બિહારના પૂર્વ સીએમ લાલુ યાદવ પર આરોપ છે કે તેઓ જ્યારે કેન્દ્રીય રેલવે મંત્રી હતા ત્યારે તેમણે નોકરીના બદલામાં પરિવારના સભ્યોના નામ પર જમીન લીધી હતી તેથી EDએ સબંધિત મામલામાં મની લોન્ડરિંગનો કેસ દાખલ કરીને પૂછપરછ કરવા માટે રાષ્ટ્રીય જનતા દળના ચીફ લાલુ પ્રસાદ યાદવ અને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને આજે સમન્સ પાઠવ્યુ છે. એમ મનાય છે કે તેમની અટકાયત થઇ શકે છે. નોંધનીય છે કે ઘાસચારા કૌભાંડમાં લાલુને સજા થયેલી છે.
ED દ્વારા પૂછપરછ કરવા માટે RJD નેતા તેજસ્વી યાદવને શુક્રવારે- 22 ડિસેમ્બરના રોજ હાજર થવાનું કહેવામા આવ્યું છે. જ્યારે બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવને બુધવાર 27 ડિસેમ્બરના રોજ આ કેસના સંદર્ભે સવાલ-જવાબ કરવા માટે બોલાવવામાં આવ્યા છે.એમના પરના આરોપ અંગે CBIએ 18 મે 2022ના રો ભરતીના બદલામાં જમીન લેવામાં લાલુ યાદવ, પૂર્વ સીએમ રાબડી દેવી અને મીસા ભારતી સહિત 17 લોકો સામે FIR નોંધી હતી.




