sabarkathaराष्ट्रीय
તપાસઃ ચાઇનીઝ દોરી મામલે વન વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું….
તપાસઃ ચાઇનીઝ દોરી મામલે વન વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરાયું....

પતંગોનો તહેવાર શરૂ થઇ ગયો છે અને બજારમાં જીવલેમ ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ક્યાં વેચાઇ રહી હોય એવી આસંકાના આધારે ખેડબ્રહ્મા વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત પતંગ સ્ટોર્સ ખાતે ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ મામલે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
વિગતે જોઇએ તો, આજરોજ વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવો તથા ચાઈનીઝ દોરીના ઉપયોગને અટકાવવા અંગે ખેડબ્રહ્મા બજારમાં પતંગોની દુકાનો ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું.
જેમાં ખેડબ્રહ્મા બજારમાં પતંગ ના સ્ટોલ ઉપર ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ ઉપર ખેડબ્રહ્મા વન વિભાગ દ્વારા દરેક દુકાન ઉપર હાથ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન આર.એફ.ઓ. તેમજ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ, ઉપસ્થિત રહ્યા હતા.




