વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ લોકહિતકારી યોજનાઓનો લાભ દરેક લોકોને પહોંચાડવા માટે ચાલી રહેલ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના બીજા તબક્કા અંતર્ગત ગાંધીનગરના વોર્ડ -૩ માં રંગમંચ, સેકટર-૨૪ ખાતે GMC ના મેયર હિતેશભાઈ મકવાણા એ હાજરી આપી હતી.
આ અવસરે મેયર એ જણાવ્યું હતું કે જનહિતલક્ષી યોજનાઓના લાભથી એકપણ વ્યક્તિ વંચિત ના રહે તે માટે જાગૃતિ કેળવવા આ સંકલ્પ યાત્રા એક મહત્વપૂર્ણ સોપાન છે. આ કાર્યક્રમમાં કાઉન્સિલરો , શહેર મહામંત્રી, હોદેદારો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




