sabarkathaराष्ट्रीय
ઘટનાઃ તલોદ બજારમાં કરિયાણાની બંધ દુકાનમાં હોળીના પ્રસંગે જ “હોળી” થઇ ગઇ….બળીને ખાખ..
ઘટનાઃ તલોદ બજારમાં કરિયાણાની બંધ દુકાનમાં હોળીના પ્રસંગે જ “હોળી” થઇ ગઇ....બળીને ખાખ..
સાબરકાંઠાના તલોદ ખાતે તલોદ બજારમાં કરિયાણાના હોલસેલ વેપારી કાલીદાસ વીરચંદની દુકાન-ગોડાઉનમાં ઓચિંતી આગ લાગતાં બજારમાં નાસભાગ મચી થઈ ઞઇ હતી.
આજ બજારમાં હોળી હોવાથી આજ દુકાન તથા બજાર પણ બધ હતુ અને એવામાં આગના સમાચાર વાયુવેગે ફેલાઇ ગયા હતા. અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા
તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ પણ ગના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરીને આગ બુઝાવી હતી. જો કે તે દરમ્યાન આગથી દુકાન તથા ગોડાઉનને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું.
દુકાનનો બધો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા તલોદ પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર પરિસ્થિતિ સંભાળી લીધી હતી.




