Blog

પત્રકાર મામલે ભચાઉ શહેર તાલુકા પત્રકાર એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપ્યું

પ્રતિનિધિ:જયેશ ધેયડા….

જાણીતા  નવજીવન  ન્યૂઝ પોર્ટલના પત્રકાર તુષાર બસીયા સામે પોલીસ દ્વારા લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા ભચાઉ નાયબ કલેકટરને ભચાઉ શહેર તાલુકા પત્રકાર એસોસિએશન  દ્વારા  આપવામાં આવ્યું હતું. અને તેમની સામેની ફરિયાદો તથઆ આપો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી.

વિગતે જોઇએ તો  નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયાના સમર્થનમાં કચ્છમાં  ભચાઉમાં પત્રકારોએ એકત્ર થઇને  નાયબ કલેક્ટરશ્રીને લેખિતમાં આવેદનપત્ર આપ્યો હતો.

સુરતના સીંગણપોર પોલીસ સ્ટેશનમાં નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસિયા સામે લગાવવામાં આવેલ પોક્સો અને આઈટી એક્ટ જેવી કલમો રદ કરવા ભચાઉ નાયબ કલેક્ટરશ્રીને ભાચાઉ તાલુકા શહેર પત્રકાર એસોસિએશન  દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યો હતો..

આ તમામ હકીકતો ધ્યાને લઈને તુષાર બસીયા સામે લગાવામાં આવેલ કલમો રદ કરી નિર્દોષ જાહેર માગ કરી હતી. ભચાઉ શહેર તાલુકા એસોસિએશનના પત્રકારોએ ઉપસ્થિત રહીને  ભચાઉ નાયબ કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

Related Articles

Back to top button