sabarkathaराष्ट्रीय
જાદર મુણધરેશ્ર્વર મહાદેવનો મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો..
અહેવાલ :વિનોદ બ્રહમભટ્ટ....
છેલ્લા બે વષઁ પછી જાદર ગામે મુણધરેશ્ર્વર મહાદેવનો લોક મેળો ભાદરવાના બીજા સોમવાર એટલે કે આજથી ત્રણ દિવસનો મેળો યોજાયો છે. મેળા માટે હિંમતનગર, અને ઈડરથી એસ.ટી. બસો દોડાવવામાં આવે છે, મેળામાંં જુદી-જુદી રાઈડો, મોતનો કુવો, ખાણી-પીણીઁના સ્ટોલ, અને અન્ય ધંધાવાળા વેપારી, ફેરીયા ઉમટી પડયા છે ત્યારે માનવ મહેરામણ પણ મેળો માણવા ઉમટયુ છે.
દરમ્યાયનમાં સામાન્ યલોકોની એવી લાગણી જોવા મળી રહી ચે કે બે વર્ષ કોરોનામાં કોઇ ઉત્સવ ઉજવાયો નથી ત્યારે હવે મેળો યોજાયો છે તે હાલને સહિયર મેળે…ની જેમ તથા હું તો ગઇ તી મેળે….ની જેમ મેળાની મઝા માણવા જેવી ખરી…!




