राष्ट्रीयહિમતનગર

સાબરકાંઠામાં પોલીસની નજર સામેથી પસાર થાય છે મોતની સવારી પણ કોઇ કાર્યવાહી નહીં.. કારણ..?.

સાબરકાંઠામાં પોલીસની નજર સામેથી પસાર થાય છે મોતની સવારી પણ કોઇ કાર્યવાહી નહીં.. કારણ..?.

સરકારે દરેક નાના મોટા વાહનોનાં કેટલા બેસી શકે તેના નિયમો નક્કી કર્યા છે. એક જીપમાં જેટલા મુસાફરો નિયમ અનુસાર બેસાડી શકાય તેના કરતાં વધારે મુસાફરો ભરવામાં આવે છે. એટલુ જ નહીં ઘણી વખત તો  જીપ કોણ ચલાવે છે એ પણ ખબર ના પડે એટલા બધા મુસાફરો બેસાડીને નિયમોને ખિસ્સામાં લઇને ફરતાં હોય વાહનચાલકો ખરેખર મોત કા સામાન બની રહ્યાં છે.

 વિગતે જોઇએ તો, પ્રાઇવેટ વાહન ચાલકો જીપની અંદર અને ઉપર મુસાફરોને બેસાડી પોલીસના નાક આગળથી પસાર થાય છે, છતાં કોઈ કાર્યવાહી નહીં. સાબરકાંઠા જિલ્લાના શામળાજી નેશનલ હાઇવે ઉપર મોતની સવારીના દ્રશ્યો જોવા મળે છે  અને  જેની જવાબદારી છે તે તંત્ર ‘ દેખ તમાશા ફ્રી મેં’.. જેવું જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે.

 

નેશનલ હાઈવે- 8 પર હિંમતનગર સહકારી જીન ચાર રસ્તા પર હિંમતનગરથી શામળાજી જતા પ્રાઇવેટ વાહન ચાલકો ઘેટા-બકરાની જેમ મુસાફરોને મોતની મુસાફરી કરાવી બમણા ભાડાની લાલચમાં લોકોના જીવ સાથે રમત કરી રહ્યા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે.

 આ સમગ્ર મામલો પોલીસની સામે હોવા છતાં પણ ફરજ પર હાજર ટ્રાફિક પોલીસ કરમી કોઈ કાર્યવાહી ન કરી વહન ચાલકને તેમના નાક આગળથી બિન્દાસ જઈ રહ્યો હોવા દે છે તો જો કોઈ જાનહાની થાય કે કોઈ ઘટના બને તો તેનો જવાબદાર કોણ છે ? પછી એવું તો નથી કે તંત્રનું વાહન ચાલકો પાસે કોઈ લેવડ દેવડ  લઈને મુસાફરોના જીવ સાથે રમત થઈ રહી છે તેવું લોકોને  લાગી રહ્યું છે.

Related Articles

Back to top button