ઇડરમાં બ.કાં.પુરવઠા વિભાગના દરોડા, સરકારી અનાજના લે-વેચનું કૌંભાડ ઝડપાયું….
ઇડરમાં બ.કાં.પુરવઠા વિભાગના દરોડા, સરકારી અનાજના લે-વેચનું કૌંભાડ ઝડપાયું....
સાબરકાંઠામાં પુરવઠાનું સ્થાનિક તંત્ર ઉઘતું રહ્યુ અને બનાસકાંઠા જિલ્લાની પૂરવઠા ટીમે સફળ રેડ કરતા કાળા કારોબારનો પર્દાફાશ કરતાં ભારે હલચલ મચી ગઇ હતી.
વિગતે જોઇએ તો, ઇડરમાં બનાસકાંઠા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા છે. દાંતામાં પુરવઠા વિભાગના દરોડા દરમિયાન ઇડર ક્નેકશન નિકળતા દરોડો પાડવામાં આવ્યો છે. ઇડર માર્કેટ યાર્ડની ચાર દુકાનમાં તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે.
શનિવાર રાત્રીથી માર્કેટ યાર્ડની પેઢીઓમાં તપાસ શરુ કરાઈ છે. સૂત્રોના જણાવ્યાનુંસાર ચોખા અને ઘઉંનો સરકારી અનાજનો જથ્થો હોવાનું સામે આવ્યુ છે.
સાબરકાંઠા પુરવઠા વિભાગની ટીમો પણ સ્થળ પર પહોંચી છે. મોટો જથ્થો મળી આવ્યો હોવાનું પુરવઠા અધિકારીએ જણાવ્યુ છે. દાંતા અને ઇડરની પેઢીઓ વચ્ચે સરકારી અનાજ લે-વેચ થતી હતી.
ઇડરમાં આખી રાત દરમ્યાન ચાલેલી કામગીરીમાં લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.માર્કેટ યાર્ડનાં ગોડાઉનોમા છેલ્લા બાર કલાક કરતાં વધુ સમયથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ હતું. અને સાબરકાંઠા પુરવઠા તંત્ર મીઠી નિંદરમાં હતું.
સર્ચ ઓપરેશનમાં એ.પી.એમ.સી માર્કેટ યાર્ડમાં ચાલતો ચોખાનો કાળો કારોબાર ઝડપાયો છે.મોટી માત્રમાં શંકાસ્પદ સરકારી જથ્થો મળી આવતાં માર્કેટ યાર્ડ ચેરમેન સહીત સંચાલન સામે સવાલો ઉઠ્યા છે. બનાસકાંઠાનાં દાતા બાદ સાબરકાંઠાનાં ઈડર એ.પી.એમ.સી સુધી તપાસનો રેલો રેલાયો હતો.




