હાઇવે નિર્માણ અને રસાતાઓના બાંધકામ માટે સત્તાવાળાઓ ટોલ ટેક્સ પેટે કરોડો ઉઘરાવે છે પણ જ્યારે હાઇવે તૂટી જાય કે રસ્તામાં ગાબડા પડે, સારી સુવિધા આપવાની હોય ત્યારે સત્તાવાળાઓ હાથ અધ્ધર કરી નાંખે ચે અથવા એકબીજા ઉપર જવાબદારી ઢોળવાનો પ્રયાસ કરે છે. સત્તાવાળાઓની આવી ઉદાસીનતાની સામે ટ્રક એસોસિએશને બાંયો ચઢાવી છે.

વિગતે જોઇએ તો, સાબરકાંઠા:હિમતનગર બાયપાસ રોડ ઉપર ટ્રક એસોસીએશન દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યું હતું. કેમ કેઅવારનવાર રજૂઆત કરવા સુવિધા અપાતી નથી અને છતાં લેવાય ટેક્સ છે. રસ્તાઓની સારી સુવિધા ન મળતાં આખરે નાછૂટકે સંગઠન દ્વારા ચક્કાજામ. કરીને સત્તાવાળાઓનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરાયો હતો.,.. અને રસ્તાઓની કામગીરી ન થાય ત્યાં સુધી ટેક્સ ન લેવા રજૂઆત કરવામાં આવી હતી….




