હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર કમો જ છવાઈ ગયો છે. કમો હવે ગુજરાતનો સેલીબ્રેટી બની ગયો છે. આપણે જાણીએ છે કે, કોઠારીયમાં રામ રોટી આશ્રમમાં ડાયરો હતો ત્યારે કમાએ ડાન્સ કરેલો અને આ વીડિયો એટલો બધો વાઈરલ થઈ ગયો કે કમો રાતો રાત સેલિબ્રિટી બની ગયો. ખાસ વાત નાનપણથી પુજ્ય મોરારીબાપુની કથા હોય કે રામા મંડળ કે પછી રામધુન હોય કમાની હાજરી એમાં ફરજીયાત..
કમો રાતોરાત લાઈમ લાઈટમાં આવી ગયો અને “કિર્તીદાન ગઢવી” હવે તો કમા ને પોતાના પ્રોગ્રામમાં ખાસ વ્યક્તિ તરીકે બોલાવે એમ કહી શકાય. ” જ્યાં કમો ત્યાં કિર્તી….” ડાયરા માં કમાનું સ્વાગત બે હજારની નોટથી સન્માન થાય અને પછી કમા ની ફરમાઈશ “રસિયો રૂપાળો ….ઘેર જવું ગમતું નથી” પછી કમો અને કિર્તીદાન એકબીજાને ભેટી પડે છે. ખરેખર કમાનું નિખાલસપણું અને તેના સ્વભાવથી આજે તે લોકોમાં આટલો પ્રિય છે કે આજે દરેક લોક ડાયરમાં તેની ખાસ હાજરી હોય છે.
હાલ લોકોએ કમાને મનોરંજનનું સાધન બનાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે. આં અંગે છેલ્લા કેટલાક દિવસોથી કમાનો વિવાદ વકર્યો છે. હાલ ગુજરાતના જાણીતાના કલાકાર હિતેન કુમારે કમાને લઈને ગુજરાતના દરેક લોક કલાકારોને અપીલ કરી હતી કે, કમાને રમકડાની જેમ ડાયરામાં ઉપયોગ કરવાનું બંધ કરો.




