राष्ट्रीय
2 હજારની નોટો બદલાવવાની મુદત વધી, પડી હોય તો હજુપણ બદલાવી લેશો….
2 હજારની નોટો બદલાવવાની મુદત વધી, પડી હોય તો હજુપણ બદલાવી લેશો....
2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે. જો કોઈ વ્યક્તિ પાસે આ 2000 રૂપિયાની નોટ છે, તો તેમને ટેન્શન લેવાની જરુર નથી. તે સરળતાથી હજુ પણ નોટ બદલાવી શકશે. આરબીઆઈએ તેની સાથે જોડાયેલ એક સર્કુલર જાહેર કરી દીધું છે.
7 ઓક્ટોબર 2023 બાદ પણ જો આપની પાસે 2000ની નોટ રહી જાય તો, તેને બેન્કમાં જમા પણ કરી શકશો નહીં કે બેન્કમાં બદલાવી પણ શકશો નહીં. પણ તેને આરબીઆઈના 19 ક્ષેત્રિય કાર્યાલયમાંથી બદલી શકશો. પણ એક વારમાં 20,000થી વધારેની કિંમતની નોટ બદલી શકાશે નહીં.




