राष्ट्रीय

લ્યો, કેજરીવાલ તો જેલમાં કેરીઓ ખાય અને પછી કહે કે ડાયાબિટીસ વધી ગયો..જુઠા કહીં કા..

લ્યો, કેજરીવાલ તો જેલમાં કેરીઓ ખાય અને પછી કહે કે ડાયાબિટીસ વધી ગયો..જુઠા કહીં કા..

દિલ્હીની એક કોર્ટે વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાની નિયમિત દાકતરી તપાસ કરવાની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે(ઈડી) પોતનો જવાબ દાખલ કર્યો છે. ઈડી તરફથી રજૂ થયેલા વકીલ જુહૈબ હુસૈને જણાવ્યું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો ડાયાબિટિસ વધવા પાછળનું કારણ તેમના ઘરનું જમવાનું છે. તેમને ઘરેથી આલુ પુરી, કેરી, મિઠાઈ અને ગળી વસ્તુઓ ખાવા માટે અપાઈ રહી છે અને મેડિકલના આધારે જામીન દાખલ કરવાનું અયોજન થઈ રહ્યું છે. 

અરવિંદ કેજરીવાલના વકીલ વિવેક જૈને ઈડીના વકીલની દલીલોનો વિરોધ કરતા કહ્યું હતું કે તપાસ એજન્સી આ નિવેદન મીડિયા માટે આપી રહી છે. અરવિંદ કેજરીવાલના વકીલે કહ્યું કે તેમનું ફાસ્ટિંગ શુગર 243 હતું. જે ઘણું વધારે છે. કેજરીવાલને ડોક્ટરે નક્કી કરેલું ભોજન જ આપવામાં આવે છે. બીજી તરફ ઈડીએ કોર્ટને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ ખાંડવાળી ચા જ પી રહ્યાં છે.

ઈડીનો જવાબ સાંભળ્યા પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની અરજી પરત ખેંચી લીધી છે. કેજરીવાલના વકીલે કહ્યું કે તેઓ આ અરજીમાં ફેરફાર કરીને પછી કોર્ટમાં દાખલ કરશે. ઈડીએ કહ્યું કે અમે કેજરીવાલના શુગર લેવલને લઈને જેલ ઓથોરિટી પાસેથી રિપોર્ટ માંગ્યો હતો. આ સિવાય કેજરીવાલના ડાએટ ચાર્ટને પણ માંગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે કેજરીવાલનું ફાસ્ટિંગ શુગર 173, 267 સુધી ગયું છે. શું તે ચિંતાજનક નથી, 120 નોર્મલ શુગર હોય છે. કોર્ટે કહ્યું કે આ જેલ ઓથોરિટી કેજરીવાલનો ડાઈટ ચાર્જ માંગશે. રાઉજ એવન્યુ કોર્ટે કેજરીવાલનો ડાએટ ચાર્જ માંગ્યો  છે. રાઉજ એવન્યુ કોર્ટ શુક્રવારે આ મામલાની સુનાવણી કરશે.

Related Articles

Back to top button