દહેગામ તાલુકામાં વિધાનસભાની વર્તમાન ચૂંટણી માટે દહેગામ તાલુકામાંથી કોંગ્રેસ પક્ષમાંથી ચૌહાણ અને ઝાલાના ઉમેદવારની ટિકિટ મળશે તો કોંગ્રેસ માટે જીતના સોપાન આસાન થશે એવા રાજકીય સમીકરણો અને અનુમાન દર્શાવી રહ્યું છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં 34-વિધાનસભાની બેઠકની ચૂંટણીઓના પડઘમ વાગવાના ચાલુ થઈ ગયા છે. ત્યારે દહેગામ તાલુકાના કોંગ્રેસના સંખ્યાબંધ સમર્થકોની રજૂઆત થવા પામી છે કે દહેગામ તાલુકામાં કોંગ્રેસ પક્ષ તરફથી જો ચૌહાણ સમાજ અને ઝાલા સમાજના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો કોંગ્રેસ માટે જીતના સોપાન સર કરવા માટે સામાન્ય રહેશે અને કોંગ્રેસ સરળતાથી બેઠક જીતી જશે.
તેના કારણો અને તારણોમાં એવુ છે કે, દેહગામ શહેરમાં કોંગ્રેસમાં જનમત ઓછો જોવા મળી રહ્યો છે જ્યારે દહેગામ તાલુકામાં કોંગ્રેસનો જનમત વધારે હોય તેવું દેખાય છે. તેથી કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ નવા ચહેરાને તક મળે એવું મતદારો ઈચ્છે છે અને કોઈ ગામડાના નવા ચહેરાને વિધાનસભાના ઉમેદવાર તરીકે જો ટિકિટ મળશે તો કોંગ્રેસ માટે ઘણો ફાયદો રહેશે.
ગામડાઓમાં કોંગ્રેસના જનમત વધારે હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને શહેરમાંથી કોંગ્રેસ પક્ષમાંથી જો જુના જોગીને ટિકિટ આપવામાં આવશે તો કોંગ્રેસ પક્ષમાં ભારે ખળભળટ મચી જશે એવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે. તેથી દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો કાર્યકર્તાઓ અને આમ જનતા તાલુકાના નવા ચહેરાને તક મલે તેવું ઇચ્છી રહી છે.
કોંગ્રેસ પક્ષમાં આયાતી ઉમેદવાર આજે નહીં ચાલે અને કાલે નહીં ચાલે એવા કોંગ્રેસના જાગૃત આગેવાનો અને નાગરિક જણાવી રહ્યા છે દહેગામ શહેરના એકના એક ઉમેદવારને વિધાનસભાની ચૂંટણી માટે રીપીટ કરવામાં આવશે તો ગ્રામ્ય વિસ્તારના કોંગ્રેસના આગેવાનોનું વિરોધ રહેશે તેવી લોકોમાં ચર્ચાઓનો દોર વધી જવા પામ્યો છે.
ગામડાઓમાં ચૌહાણ ઝાલા ઠાકોર સમાજ સાથે ચૌહાણ સમાજના બીજ રોપાયેલા હોવાથી તાલુકામાં ટિકિટ મેળવવા માટે કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓની રજૂઆતો થવા પામી છે દહેગામ શહેરમાં કોંગ્રેસમાં એક બાજુ ખટરાગ ચાલી રહ્યો છે તો કોંગ્રેસના ૧૩ જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉમેદવારી કરવા માટે મેદાનમાં હાલમાં પડેલા જોવા મળે છે છે તો હવે તાલુકાની જનતાના જવાબ સાથે તાલુકો સહમત થાય તેવું દેખાય છે.




