
દહેગામ તાલુકાના રખિયાલ ખાતે જિલ્લા પંચાયત સદસ્ય તરીકે ચૂંટાયેલા ભરતસિંહ ઝાલાની અનેક જવાબદારીઓ સાથે વિસ્તારમાં સારી કામગીરી જોવા મળી રહી છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખિયાલ ગામના રહેવાસી ભરતસિંહ બી ઝાલા ગાંધીનગર જિલ્લા પંચાયતના ઉત્પાદન સહકાર સિંચાઈ સમિતિના ચેરમેનનો હાલમાં હોદ્દો ધરાવે છે, અને તેઓ રખિયાલ ગ્રામ પંચાયતમાં પ્રથમ તો એક સદસ્ય તરીકે ચૂંટાયા હતા ,ત્યારબાદ ડેપ્યુટી સરપંચ તરીકે ચુંટાયા હતા.
ભાજપ પક્ષમાં એમને ગાંધીનગર જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ,અને દહેગામ તાલુકામાં સમૂહ લગ્ન સમિતિના સભ્ય પણ હાલ માં રહીને સેવા આપી રહ્યા છે, અને યુવા મોરચાના પ્રભારી તરીકે પણ તેમને સારી જવાબદારી નિભાવી હતી, ત્યારબાદ તેઓ રખિયાલ તાલુકા સીટ પરથી તાલુકા પંચાયત સદસ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા ,અને સંગઠનમાં તાલુકા પંચાયત તરીકે પણ તેમણે સારી સેવા આપેલી અને જો પ્રાથમિક સભ્યો અને સક્રિય સભ્યો જોડવાની કામગીરી જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી હતી.
ત્યારબાદ 2015માં દહેગામ તાલુકા પંચાયત તાલુકા સીટ પરથી ઉમેદવારી કરી તાલુકા સદસ્ય તરીકે ચૂંટાયા બાદ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની તક આપવામાં આવી ત્યારે તેઓએ જે બેઠક વર્ષોથી વિપક્ષ હસ્તક હતી, એવી બેઠક પર જિલ્લા પંચાયતની રખિયાલ સીટ ઉપરથી 2147 મતથી જંગી બહુમતીથી વિજયના સોપાન સર કર્યા હતા, અને તેની સાથે તેમની સારી કામગીરીથી જિલ્લા પંચાયતમાં સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા હતા.
હાલમાં આ સત્તા ઉપર રહીને રાજસ્થાનમા ચૂંટણીમાં પ્રચાર અર્થે પ્રવાસમાં જોડાયા હતા., હરિભાઈ ચૌધરીના સંસદ સભ્યની મધ્યસ્થ ચૂંટણીમાં પ્રચારથી બનાસકાંઠામાં જોડાયા હતા ,તેમજ ભાજપનો અનેક કાર્યોમાં તેઓ અગ્રતાક્રમ ધરાવતા હતા, અને પ્રજાકીય પ્રશ્નોને સારી વાચા આપતા ભરતસિંહ ઝાલા જો ભાજપ પક્ષ તેમને વિધાનસભાની ચૂંટણીમાં તક આપે તો પ્રજાકીય પ્રશ્નોને વાંચા આપવામાં ક્યાંય પાછી પાની કરશે નહીં એમ તેમના ટેકેદારોનું માનવુ છે. હાલમાં મતવિસ્તારમાં પ્રજાના લોકપ્રિય જિલ્લા ડેલીગેટ તરીકે હાલમાં સેવા બજાવી રહ્યાં છે.




