હિમતનગર

જો .અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ…? સવાલ તો બને છે….

કે.વી.સિંધવાણી……

સમગ્ર વિશ્વમાં માર્ગ અકસ્માતમાં ભારતમાં સૌથી વધુ લોકોના મોત થાય છે. જેમાં ગ્રામિણ ક્ષેત્રના વાહનોમાં આડેધડ મુસાફરોને ભરીને લઇ જવામાં આવે છે અને અકસ્માત થાય ત્યારે વાહનમાલિકો છટકી જતાં હોવાના અનેક કિસ્સા ગુજરાતમાં પણ બન્યા છે.

હાલમાં તહેવારોના પ્રસંગે લોકોની વધુ અવરજવરને લીધે  આવવા જવા માટે ખાનગી વાહનોનો ઉપયોગ થઇ રહ્યો છે. સાબરકાંઠામાં હિંમતનગરમાં તહેવારોને લઇને  મોતની મુસાફરી.થઇ રહી છે…

આવા વાહનોમાં પોલીસની રહેમ નજર હેઠળ એક વાહનમાં ક્ષમતા કરતાં  વધારો  લોકોને બેસાડીને જાનનું જોખમ ઉભુ કરવામાં આવી રહ્યું છે.અને જોખમી મુસાફરી થઇ રહી છે..ખાસ કરીને રાજસ્થાન જતા વાહનોમાં વધુ ભીડ હોવાથી અકસ્માત થવાની ભીતિ જોવા મળી રહી છે અને જો .અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ…એવા સવાલો પણ મથઇ રહ્યાં છે.

Related Articles

Back to top button