sabarkathaराष्ट्रीय

ઇડરઃ ગઢમાં ખનન પ્રવૃતિઓ માટે ધારાસભ્યે લખેલો પત્ર વાઇરલ થતાં પ્રજામાં ઘેરા પ્રત્યાઘાત….

ઇડરઃ ગઢમાં ખનન પ્રવૃતિઓ માટે ધારાસભ્યે લખેલો પત્ર વાઇરલ થતાં પ્રજામાં ઘેરા પ્રત્યાઘાત....

માત્ર સાબરકાંઠા જ નહીં પણ સમગ્ર ગુજરાતની શાન સમાન ઇડરમાં ઇડરિયો ગઢ બચાવવા લોકો આંદોલન કરી રહ્યાં છે, ગઢમાં ખનન કરનારાઓ સામે આંદોલનો થયા અને હજુ થશે તેમ છતાં સ્થાનિક ધારાસભ્ય  પ્રજાની પડખે રહેવાને બદલે ખનનધારકોના હિતમાં મુખ્યમંત્રીને પત્ર લખીને ખનન પ્રવૃતિઓને મંજીરી આપવા માંગણી કરી છે.

વિગતે જોઇએ તો, ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા લીઝધારકોના પક્ષે આવ્યા હોય તેમ ખાણ ખનીજ વિભાગે બંધ કરાવેલી લીઝો ચાલુ કરવા મુખ્યમંત્રીને  પત્ર લખ્યો છે.

તેમણે લીઝો ચાલુ કરવા અથવા અન્યત્ર જગ્યાએ ફાળવવા મુખ્યમંત્રીને પત્ર  લખીને કરેલી  માંગણીવાળો ધારાસભ્યનો લેટર વાયરલ થતાં ઇડરના લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

લોકલાગણી એવી છે કે, ગઢ બચાવવા ઈડરના લોકોએ કરેલા આંદોલન વખતે ધારાસભ્યએ ઈડરવાસીઓના પક્ષમાં મુખ્યમંત્રીને કોઈ પત્ર લખ્યો નહતો અને હવે ગઢ પર ખનન કરનારા લીઝ ધારકોનો પક્ષ લઈ કાગળ લખતા ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે.

Related Articles

Back to top button