राष्ट्रीय
મહારાષ્ટ્રમાં મંત્રી કોરોના સંક્રમિત થતાં સચિવાલય સ્ટાફમાં ગભરાટ..! મને તો નહીં લાગે ને..?!
મહારાષ્ટ્રમાં મંત્રી કોરોના સંક્રમિત થતાં સચિવાલય સ્ટાફમાં ગભરાટ..! મને તો નહીં લાગે ને..?!
દેશમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે મહારાષ્ટ્રના મંત્રી ધનજંય મૂંડે પણ કોરોના સંક્રમિત બનતા સચિવાલયમાં ગભરાટ વ્યાપી ગયો હતો. તેઓને ગઇકાલે કોરોના ટેસ્ટ કરાયો અને પોઝીટીવ હોવાનું જણાવ્યું હતું.
આ અગાઉ તેઓ શનિવારે વિધાનસભામાં શિયાળુ સત્રના આખરી દિવસે હાજર હતા અને સચિવાલયમાં પણ ગયા હતા. જેના કારણે તેઓની સાથે રહેનાર તમામના ટેસ્ટ કરાવવા સલાહ આપવામાં આવી છે.
તેઓએ પોતે સંક્રમિત હોવાનું જણાવી વીડીયો મેસેજ પાઠવ્યો હતો. હવે છેલ્લા બે દિવસમાં તેઓ 300થી વધુ લોકોને મળ્યા હતા જેના કારણે તમામને ટેસ્ટ કરાવવા પડશે તેવા સંકેત છે.




