હોર્લિક્સ હવે હેલ્ધી ડ્રિન્ક નથી…, પણ અત્યાર સુધી હેલ્ધી સમજીને પીધુ એનું શું..?!
હોર્લિક્સ હવે હેલ્ધી ડ્રિન્ક નથી..., પણ અત્યાર સુધી હેલ્ધી સમજીને પીધુ એનું શું..?!
હોર્લિક્સ હવે હેલ્ધી ડ્રિન્ક રહી નથી. ભારત સરકારના આદેશ પછી તેની પેરેન્ટ કંપની હિન્દુસ્તાન યુનિલીવરે કેટેગરી બદલી નાંખી છે અને તેની પરથી હેલ્ધીનું લેબલ હટાવી દીધું છે. હવે આ કેટેગરીનું નામ બદલીને ફંક્શનલ ન્યુટ્રિશનલ ડ્રિન્ક્સ કરી દેવામાં આવ્યું છે. વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે ઘણી ડ્રિન્ક્સની કંપનીઓને પોતાના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી હેલ્થ ડ્રિન્કની કેટેગરીને હટાવવાનો આદેશ આપ્યો છે.
હોર્લિક્સ અને બૂસ્ટ જેવા ડ્રિન્ક્સ હિન્દુસ્તાન યુનિલીવર લિમિટેડટ કંપનીની પ્રોડક્ટ છે. આ પહેલા વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે કંપનીઓને પોતાની પ્રોડક્ટ્સ પરથી હેલ્ધી ડ્રિન્ક કેટેગરીનું નામ હટાવવાનો નિર્દેશ આપ્યો હતો. તે પછીથી આ પગલું ભરવામાં આવ્યું છે. 24 એપ્રિલે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એચયુએલના મુખ્ય નાણાંકીય અધિકારી રિતેશ તિવારીએ જાહેરાત કરતા કહ્યું કે આ ફેરફાર આપણી પ્રોડક્ટની કેટેગરીને વધુ પારદર્શક બનાવશે.




