राष्ट्रीयહિમતનગર

હિંમતનગરઃ એટીએમ મશીનમાં ચોરીની કોશીશ કરનાર બી ડીવીઝનના હાથમાં ઝડપાયો..

હિંમતનગરઃ એટીએમ મશીનમાં ચોરીની કોશીશ કરનાર બી ડીવીઝનના હાથમાં ઝડપાયો..

પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર પોલીસ અધીક્ષક  સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા નાઓએ ઘરફોડ ચોરી અટકાવવા સારુ આરોપી પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. કે.એચ.સુર્યવંશી  તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ જે જી ઓડ ના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. એ વી જોષી તથા “ ડી ” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ  રાખી રહ્યાં હતા.

તા .૨૫ / ૦૯ / ૨૦૨૨ ના રાત્રી ના ૦૨/૦૦ વાગ્યા ના સમયે એચ ડી એફ સી બેંક ના એન આર કંપનીમાંથી પોલીસ સ્ટેશન ખાતે ફોન કરીને એચ ડી એફ સી બેંક ના હિંમતનગર ન્યાયંમદીર મુ એટીએમ મા કોઇ હરકત થતી હોવાની હકીકત જણાવતા તાત્કાલીક પીએસઓ એચ સી મુકેશભાઇ અમ એ સદર ચોરીની હકીકતની જાણ ફસ્ટ મોબાઇલ ના ઇનચાર્જ એ એસ આઇ ગોવીંદભાઇ કાન્તીભાઇને સેકન્ડ મોબાઇલના ડ્રા.પો.કો.વિજયકુમાર મણીલાલ કરતા તરત જ  ડી સ્ટાફ ના માણસો ને લઇને બનાવની જાણ કરતા પ્રથમ બન્ને મોબાઇલો તાત્કાલીક ન્યાયમંદીર ખાતે પહોચી ગયેલી અને ત્રણ ઇસમો પોલીસ ની ગાડી જોઇ પોલોગ્રાઉન્ડ તરફ ભાગ્યા હતા.

જેથી અમો તથા ડીસ્ટાફના તથા ફસ્ટ તથા સે મોબાઇલના પોલીસના મણસો એ તે વિસ્તાર ને કોર્ડન કરી ત્રણઇસમો પકડવા સારુ ઘેરાબંધી કરેલી ત્રણ પૈકી એક ઇસમ ને પલ્સર મો.સા સાથે પકડવા મા સફળતા મળેલી અને સદહુ મોટરસાયકલ ચેચીસ એન્જીન નંબર પોકેટકોપ એપ્લીકેશન મા સર્ચ કરતા સદરહુ મો.સા બોપલ પોલીસ સ્ટેશન વિસ્તાર માથી ચોરી થયેલાનુ જાણવા મળ્યું હતુ

આમ પોલીસ ની સતર્કતા ના કારણે ચોર ઇસમો નો ચોર ઇરાદો નાકામ કરી અને હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન એ પાર્ટ ૧૧૨૦૯૦૫૬૨૨૦૭૫૧ ઇપીકો કલમ ૩૮૦.૪૫૭.૪૨૭૫૧૧.૧૧૪.મુજબ ગુન્હો દાખલ કરેલછે .

રીકવર કરેલ મુદ્દામાલમાં ( ૧ ) બજાજ પલ્સર મો.સા એક કિં.રુ .૮૦.૦૦૦ / ( ૨ ) સ્માર્ટ મોબાઇલ ફોન- કિં.રુ .૮૦૦૦ / ( ૩ ) વાંદરી પાનુ એક કિં.રુ .૨૦ / ( ૪ ) લોખંડ ની મોટી કોશ એક કિં.રુ .૫૦ / ( ૫ ) ટેસ્ટર નંગ એક કિં.રુ .૦૫ / ફુલ.મુદ્દામાલ કિં.રુ .૮૮૦૭૫ / નો સમાવેશ થાય છે.

પકડાયેલ ઇસમમાં ગોવીંદ શંકરલાલ માવજી દામા રહે સાગવાડા બલોચીયાફળો તા ફલાસીયા જીલ્લો ઉદેપુર રાજસ્થાન – અને પકડવાના બાકી આરોપીમાં- ( ૧ ) રાકેશ સઓ બદ્દી દામા રહે સાગવાડા બલોચીયા ફળો તા ફલાસીયા જીલ્લો ઉદેપુર રાજસ્થાન (૨) હોમારામ હકરાભાઇ દુલારામ ખરવડ રહે બેડનપરાડા બલોચીયાફળો તા ફલાસીયા જીલ્લો ઉદેપુર રાજસ્થાનનો સમાવેશ થાય છે.

કામગીરી કરનાર અધીકારી કર્મચારી ( ૧ ) પોલીસ સબ ઇન્સ .એ વી જોષી ( ૨ ) એ એસ આઇ ગોવીંદભાઇ કાન્તીભાઇ ( ૩ ) અ.હેડ.કોન્સ ક્રુષ્ણસિંહ કાળુસિંહ ( ૪ ) અ.હેડ.કોન્સ મુકેશભાઇ અમરાજી ( ૫ ) અ.હેડ.કોન્સ હિંમતસિંહ પુંજસિંહ ( ૬ ) અ.પો.કો.જીગ્નેશકુમાર સુરેશભાઇ ( ૭ ) ડ્રા.પો.કો.વિજયકુમાર મણીલાલ ( ૮ ) આ.પો.કો .હરપાલસિંહ જશવંતસિંહ ( ૯ ) અ.પો.કો. ઝાહીદહુસેન અકબરઅલી ( એ વી જોષી ) પો.સબ.ઇન્સ . હિં.બી ડીવી.પો.સ્ટે .નો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button