હિંમતનગર માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાઇ રહ્યું છે..દુખ ભરે દિન બીતે રે ભૈયા..
હિંમતનગર માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાઇ રહ્યું છે..દુખ ભરે દિન બીતે રે ભૈયા..
સારો વરસાદ એટલે સારી ખેતી અને સારી ખેતી એટલે સારી ઉપજ અને સારી ઉપજ એટલે સારી આવક.સાબરકાંઠામાં આ વર્ષે ચોમાસાએ મહેર કરી હોવાથી મગફળીનો સારો પાક થયો છે અને પાક તૈયાર થતાં ખેડૂતો વેચવા માટે એપીએમસીમાં પહોંચી રહ્યાં છે.
વિગતે જોઇએ તો, હિંમતનગર માર્કેટ યાર્ડ મગફળીથી ઉભરાઇ રહ્યું છે. દિવાળીના તહેવારના પગલે માર્કેટ યાર્ડમાં મગફળીની સારી આવક વધી છે. માર્કેટ યાર્ડ દ્વારા ત્રણ ટીમો બનાવી હરાજીની પ્રક્રિયા માર્કેટયાર્ડમાં જ શરૂ કરાઇ છે.
મગફળીનો જથ્થો લઇને આવેલા ખેડૂતોની સંખ્યા એટલી છે કે બે કિલોમીટર લાંબી ટ્રેક્ટરોની લાઈનો લાગી હતી.22 તારીખથી માર્કેટમાં દિવાળી વેકેશન શરૂ થાય તે પહેલાં ખેડૂતો હાથમાં પૈસા આવે તેવા પ્રયાસોમાં છે જેથી તેમની પણ દિવાળી સારી જાય.માર્કેટયાર્ડ સમિતિની જાહેરાત બાદ મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટમાં પહોંચ્યા હતા.




