ગણતરીના કલાકોમા મોબાઇલ સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ
ગણતરીના કલાકોમા મોબાઇલ સાથે આરોપીને પકડી પાડતી હિંમતનગર “બી” ડીવીઝન પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગર નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચોરીના ગુન્હા શોધી ચોર ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ જે પંડ્યા તથા પોલીસ સબ ઇન્સ વાય એન પટેલ તથા ડી સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ છે.
દરમ્યાનમાં, તા.૦૧/૦૨/૨૦૨૪ ના રોજ પો સબ ઇન્સ વાય એન પટેલ તથા ડી.સ્ટાના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ખાડીયા વિસ્તારમાં આવતા પો સબ ઇન્સ વાય એન પટેલ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક ઇસમ જેણે બદને કાળા કલરનો ડીઝાઇન વાળો આખી બાયનો શર્ટ તથા કાળા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે જે હિંમતનગર જુનાબજાર ખાતે આવેલ મોબાઇલ ની દુકાનોમાં મોબાઇલ વેચવા માટે ફરે છે અને તે ઇસમ શંકાસ્પદ જણાય છે.
જે હકીકત આધારે જુનાબજાર આવતા એક ઇસમ ઉપરોક્ત વર્ણનવાળો ઉભો હોઇ જે પોલીસને જોઇ આઘોપાછો થવા લાગતા તેને પકડી તેનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ ઇરફાન સિદ્દીકભાઈ મેવાતી ઉ.વ-૩૨ રહે.ગલી નં-૪ લસ્સીના કારખાના પાસે રામરહીમનો ટેકરો બહેરામપુરા અમદાવાદનો હોવાનું જણાવ્યું હતું.
જેની અંગ ઝડતી કરતા તેના પેન્ટના ખીસ્સામાંથી બે મોબાઇલ ફોન મળી આવેલ જેમાં એક સેમસંગ કંપનીનો ગેલેક્ષી ઓન-૮ મોડલનો એંડ્રોઇડ મોબાઇલ તથા એક કિપેડ વાળો આઇ.ટેલ કંપનીનો મોબાઇલ છે જે મોબાઇલ બાબતે પુછપરછ કરતા પોતે આજથી એકાદ દિવસ પહેલા ન્યાયમંદીર પાસેથી ચોરી કરેલાની કબુલાત કરી હતી.
જે બન્ને મોબાઇલની અત્રેના હિંમતનગર બી ડીવી પો.સ્ટે એપાર્ટ નં. ૧૧૨૦૯૦૫૬૨૪૦૧૨૩/૨૦૨૪ તથા ૧૧૨૦૯૦૫૬૨૪૦૧૨૪/૨૪ ઇ.પી.કો.કલમ.૩૭૯ મુજબનો ગુનો દાખલ થયેલ હોઇ બન્ને મોબાઇલ ફોન ની કિં.રૂ.૧૮૦૦૦/- ની ગણી તપાસ અર્થે કબ્જે લઇ આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામે અટક કરી તેના વિરુધ્ધ મા કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. આમ ગણતરીના કલાકોમા આરોપીને ચોરીમા ગયેલ મોબાઇલ સાથે પકડીપાડી હિંમતનગર બી ડી પો.સ્ટે ના સ્ટાફ ધ્વારા પ્રશંશનીય કામગીરી કરવામાં આવેલ છે.
→ કામગીરી કરનાર અધીકારી-કર્મચારીઓમાં એસ જે પંડયા પો.ઇન્સ (૨)વાય એન પટેલ પો સબ ઇન્સ (૩) અ.હેડ.કોન્સ.જીગ્નેશકુમાર સુરેશભાઈ (4) અ.હેડ.કોન્સ.દલજીતસિંહ રામસિંહ (૫) આ.પો.કો. પ્રવિણસિંહ લાલસિંહ અને (૬) અ.પો.કો. નિકુલસિંહ મહેન્દ્રસિંહનો સમાવેશ થાય છે.




