राष्ट्रीयહિમતનગર

ચેક રિટર્ન કેસમાં સજાયુકત ફરાર આરોપીને હિંમતનગર બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો..

ચેક રિટર્ન કેસમાં સજાયુકત ફરાર આરોપીને હિંમતનગર બી ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો..

પોલીસ મહા નિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધીક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાઘેલા સાહેબ નાઓએ નાસતા ફરતા આરોપી પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી. શ્રી કે.એચ.સુર્યવંશી સાહેબ તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ જે જી ઓડ સાહેબના માર્ગદર્શન હેઠળ અમો પો.સ.ઈ. એ વી જોષી તથા “ ડી ” સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ છે.

તા .૨૪ / ૦૯ / ૨૦૨૨ ના રોજ ડી સ્ટાફ ના માણસો નાઇટ પેટ્રોલીંગમા હતા દરમ્યાન આ.પો.કો.હરપાલસિંહ જશંવસિંહ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે અરવલ્લી જીલ્લાના માલપુર પો.સ્ટે.ના નેગોશિએબલ ઇન્સ્ટરુમેન્ટ એક્ટની કલમ  ૧૩૮ મુજબ ના કામે માલપુર જ્યુડી ફસ્ટ ક્લાસ કોર્ટે આરોપી ભીખાભાઇ સરદારભાઇ ડામોર રહે ભુકાકુતરી તા મેઘરજ જીલ્લો અરવલ્લી નાને એક વર્ષ ની સજા કરેલી છે.

જો કે આ ગુનેગાર  તે નાસતો ફરે છે જે સવારના વહેલો હિંમતનગર બસ સ્ટેશન પાસે આવાનો છે અને તેને બદને આછાપીળા તેમજ કાળો ચોકડી વાળો શર્ટ પહેરે છે જેથી બાતમી આધારે ડીસ્ટાફના માણસોએ બસ સ્ટેશન પાસે વોચમા ગોઠવાઇ ગયેલા અને સદરી વર્ણન કપડા વાળો ઇસમ આવતા તેને કોર્ડન કરી પકડી પાડી તેનુ નામ પુછતા પોતે ભીખાભાઇ સરદારભાઇ ડામોર રહે ભુકાકુતરી તા મેઘરજ જીલ્લો અરવલ્લી નો હોવાનુ જણાવ્યું હતું.

પોલીસે તેના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અરવલ્લી જીલ્લા ના માલપુર પોલીસ સ્ટેશન સોપવામા આવેલછે.

તા .૨૪ / ૦૯ / ૨૦૨૨ – કામગીરી કરનાર અધીકારી કર્મચારી ( ૧ ) પોલીસ સબ ઇન્સ .એ વી જોષી ( ૨ ) અ.હેડ.કોન્સ ક્રુષ્ણસિંહ કાળુસિંહ ( ૩ ) અ.પો.કો.જીગ્નેશકુમાર સુરેશભાઇ ( ૪ ) આ.પો.કો.હરપાલસિંહ જશવંતસિંહ ( ૫ ) અ.પો.કો. ઝાહીદહુસેન અકબરઅલી ( ૬ ) અ.પો.કો.સંજયકુમાર કમજીભાઇ ( એ વી જોષી ) પો.સબ.ઇન્સ . હિં.બી ડીવી.પો.સ્ટેસનનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button