છેલ્લા 18 વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી. હિંમતનગર એ ડીવીઝન પોલીસ…
છેલ્લા 18 વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી. હિંમતનગર એ ડીવીઝન પોલીસ...
પોલીસ ઉપમહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી વિજય પટેલ સાબરકાંઠાનાઓએ નાસતા ફરતા આરોપી ઝડપી લેવા સુચનાઓ કરેલ હોઇ જે સંદર્ભે શ્રી એ.કે.પટેલ નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી બી.પી.ડોડીયા પો.ઇન્સ એ ડીવી.પો.સ્ટે.હિંમતનગર નાઓએ સર્વેલન્સ સ્કોડના માણસોને આ દિશામાં સતત વોચ તપાસમાં રહી આવા ઇસમોને પકડવા સુચનો કરેલ છે.
જે આધારે સર્વેલન્સ સ્કવોડના માણસો આ દિશામાં સતત તપાસમાં રહેલ દરમ્યાન સર્વેલન્સ સ્કવોડના અ.પો.કો જ્ઞાનદીપસિંહ વિજયસિંહ તથા અ.પો.કો મિતરાજસિંહ રણજીતસિંહનાઓને મળેલ સંયુક્ત રાહે બાતમી હકીકત મળેલ કે સહકારીજીન ચાર રસ્તા પાસે રાજસ્થાન જીલ્લાના ગુડામલાની પોલીસ સ્ટેશનના ગુ.ર.નં.૪૪/૨૦૦૫ આબકારી અધિનિયમ કલમ ૧૯/૫૪ મુજબના ગુનાનમા છેલ્લા અઢાર વર્ષથી નાસતો ફરતો આરોપી નારાયણલાલ સ/ઓ શંકરજી ખટીક રહે.કર્ણાવતી સોસાયટી તા.હિંમતનગર જી.સાબરકાંઠા મુળ રહે.પીપરડા પટ્ટા તા.રાજસમંદનાનો સહકારીજીન ચાર રસ્તા પાસે ઉભેલ હોઇ જે હકીકત આધારે તરત જ સર્વેલન્સ સ્કોર્ડના માણસો સહકારીજીન જઇ સદરી આરોપીને ઝડપી પાડી તા.૧૩/૦૯/૨૦૨૩ ના રોજ ૪૧ (૧) આઇ મુજબ અટક કરી છેલ્લા અઢાર વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી લેવાની પ્રશંષનીય કામગીરી કરેલ છે.
આ કેસમાં કામગીરી કરનાર ટીમમાં- (૧) બી.પી.ડોડીયા પો.ઇન્સ (૨) અ.પો.કો.જ્ઞાનદિપસિંહ વિજયસિંહ (૩) અ.પો.કો.મિતરાજસિંહ રણજીતસિંહ (૪) અ.પો.કો.મહાવીરસિંહ પ્રભાતસિંહ અને (૫) અ.પો.કો કપીલભાઇ કલ્યાણસિંહનો સમાવેશ થાય છે.




