૫.૫૦ લાખના મુદામાલ સાથે આરોપીઓ ઝડપી પાડતી હિમતનગર “બી” ડીવીઝન પોલીસ…
૫.૫૦ લાખના મુદામાલ સાથે આરોપીઓ ઝડપી પાડતી હિમતનગર “બી” ડીવીઝન પોલીસ...
નાયબપોલીસ મહાનિરીક્ષક વિરેંદ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગર નાઓએ સાબરકાંઠા જીલ્લામાં ચોરીના ગુન્હા શોધી ચોર ઇસમોને પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી એ કે પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર એસ જે પંડયા તથા પોલીસ સબ ઇન્સ વી આર ચૌહાણ તથા ડીસ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહેલ છે.
હિમતનગર બી.ડીવી.પોલીસ સ્ટેશન એ-પાર્ટ નંબર-૧૧૨૦૯૦૫૬૨૩૦૯૭૪/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના કામે ચોરીમાં ગયેલ ચોર મુદામાલ રીક્ષા બાબતે વોચ તપાસમાં હતા તે દરમ્યાન ચોરીમાં ગયેલ રીક્ષા લઇ ગાંધીનગરથી કલોલ તરફ જતો હોવાની હકીકત મળતા પો.ઇન્સ શ્રી કલોલ પો સ્ટે નાઓને હકીકતથી વાકેફ કરી તેઓના સંકલનમાં રહી આરોપી સુરેશજી પ્રહલાદજી ઠાકોર ઉ.વ-૩૦ રહે મોટો ઠાકોરવાસ મલાઉ તળાવ થલતેજ ગામ થલતેલ અમદાવાદતા-જી.અમદાવાદ નાઓએ ગુન્હાના કામે ચોરીમાં ગયેલ સી.એન.જી રીક્ષાનં-GJ-09-AX-7615 સાથે કલોલ શહેર પો.સ્ટે વિસ્તારમાથી પકડી પાડેલ છે.
સી.આર.પી.સી. કલમ ૪૧-૧ (ડી) મુજબ અટક કરી અત્રેના પો.સ્ટે. લાવી ઉપરોક્ત ગુન્હાના કામે તા-૧૮/૧૨/૨૦૨૩ના કલાક ૦૦/૪૫ વાગે અટક કરેલ અને સદર આરોપી દિન-૦૧ ના રિમાન્ડ મેળવી સદર આરોપીને વિશ્વાસમાં લઇ યુક્તિપ્રયુક્તિથી પુછપરછ કરતા આજથી આશરે ચારેક મહીના પહેલા હિમતનગર ભાટવાસમાથી સી.એન.જી રીક્ષા નંબર-GJ-09-AX-7771 ની ચોરી કરેલ જે રીક્ષા લક્ષ્મણસિંહ રામસિંહ ચૌહાણ રહે.સત્યમ સોસાયટી બીલીવાસ અંબાજી જી.બનાસકાંઠા નાઓને આપેલ જેઓએ ઉપરોક્ત રીક્ષા સુરેશકુમાર વાસુદેવભાઇ દવે રહે. સત્યમસોસાયટી બીલીવાસ અંબાજી જી.બનાસકાંઠા નાઓને આપેલ છે.
તેમજ આજથી આશરે એકાદ મહીના પહેલા અમદાવાદ ગોતા ગાયત્રી પ્લાયલેમની બાજુમાં આવેલ શૌચાલયની પાસેથી સી.એન.જી રીક્ષા નં-GJ-01-TG-1947 તથા અમદાવાદ સોલા ભમ્મરીયા બ્રીજ મલ્હાર ફ્લેટ પાસેથી સી.એન.જી.રીક્ષા નંબર-GJ-01-TH- 5485 ની ચોરી કરી બન્ને રીક્ષાઓ પોતાના સાળા મોહનભાઇ ધર્માભાઇ રહે.કોટડા ગઢી (હારણફળી) તા-પોશીના જી.સાકા વાળાને આપી હતી.
જેઓએ ઉપરોક્ત રીક્ષાઓ નરેશ ફોજારામ બુબડીયા રહે.ગાંધી શરર્ણા તા-કોટડા જી.ઉદેપુર(રાજસ્થાન)નાઓને આપેલ તેમજ વીસેક દિવસ પહેલા ગાંધીનગર જીલ્લાના વાવોલ ગામેથી એક સી.એન.જી. રીક્ષાનંબર-GJ-02-YY-8877 ની મોહનભાઇ ધર્માભાઇ ખોખરીયા રહે.કોટડા ગઢી(હારણફળી) તા-પોશીનાજી.સાકા વાળાને આપેલ જેઓએ ઉપરોક્ત રીક્ષા પોતાના પિતા ધર્માભાઇ વીરમાભાઇ ખોખરીયા રહે.કોટડા ગઢી (હારણફળી) તા-પોશીનાજી.સા.કા.વાળાને આપેલ હોવાની હકીકત જણાવતો હોય જે હકીકત આધારે ઉપરોક્ત સહ આરોપીઓના ઘરે ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીક્ષાઓ બાબતે તપાસ કરતા આરોપીનં(૧) સુરેશકુમાર વાસુદેવભાઇ દવે રહે.સત્યમસોસાયટી બીલીવાસ અંબાજી જી.બનાસકાંઠા નાઓ પાસેથી સી.એન.જી રીક્ષા નંબર-GJ-09-AX-7771 મળી આવી હતી.
સદર રીક્ષા અત્રેના પો.સ્ટે એ પાર્ટ નં-૧૧૨૦૯૦૫૬૨૩૦૭૫૨/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબના કામે કબ્જે લેવામાં આવેલ તેમજ આરોપી નં-(૨) નરેશ ફોજારામ બુબડીયા રહે.ગાંધી શરર્ણાતા-કોટડા જી.ઉદેપુર(રાજસ્થાન) વાળા પાસેથી સી.એન.જી રીક્ષા નં-GJ-01-TG-1947 તથા સી.એન.જી રીક્ષા નંબર-GJ-01-TH-5485 નાઓ પાસેથી તથા આરોપી નં-(૩) ધર્માભાઇ વીરમાભાઇ ખોખરીયા રહે.કોટડા ગઢી (હારણફળી) તા-પોશીના જી.સાકા પાસેથી સી.એન.જી.રીક્ષા નંબર-GJ-02-YY-8877ની મળી આવતા વિગતવારનુ પંચનામુ કરી લઇ ઉપરોક્ત ત્રણેય રીક્ષાઓ સી.આર.પી.સી કલમ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે લઇ આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી સદર રીક્ષાઓ બાબતે મોબાઇલ પોકેટકોપ ઉપર સર્ચ કરતા ગુન્હા દાખલ થયેલ છે.
કામગીરી કરનાર અધીકારી- કર્મચારીઓમાં (૧) પો ઇન્સ એસ જે પંડયા (૨)પો સબ ઇન્સ વી આર ચૌહાણ, અ.હેડ.કોન્સ દલજીતસિંહ રામસિંહ, અ.હેડ.કોન્સ.જીગ્નેશકુમાર સુરેશભાઇ, અપો.કો પ્રવિણસિંહ લાલસિંહ અને અપો.કો.નિકુલસિંહ મહેંદ્રસિંહનો સમાવેશ થાય છે.




