sabarkathaराष्ट्रीय

છ મહિનાની સજા પામેલા ફરારી આરોપીને પકડી પાડતી હિમતનગર “બી” ડીવીઝન પોલીસ

છ મહિનાની સજા પામેલા ફરારી આરોપીને પકડી પાડતી હિમતનગર “બી” ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિદ્રસિંહ યાદવ  ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગરનાઓએ સાબરકાંઠા જીલ્લામાં નાસતા ફરતા ઇસમોને પકઙવા સારૂ સુચના આપેલ હોય જે સંદર્ભે હિંમતનગર વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ કે પટેલના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેક્ટર એસ જે પંડ્યા તથા પો સબ ઇન્સ વી આર ચૌહાણ તથા ડી સ્ટાફ ના માણસો આ દિશામાં સતત વોચ રાખી કાર્યરત રહ્યાં છે.

દરમ્યાનમાં, ૨૧/૧૦/૨૦૨૩ ના રોજ અમારી સુચના મુજબ પો સબ ઇન્સ વી આર ચૌહાણ તથા ડી સ્ટાફના માણસો સાથે હાલમા ચાલી રહેલ નવરાત્રીના તહેવાર નીમીત્તે પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે વખતે બસ સ્ટેશન પાસે આવતા ડી સ્ટાફ ના અ.હેડ.કોન્સ દલજીતસિંહ રામસિંહ નાઓને બાતમી રાહે હકીકત મળેલ કે એક ઇસમ જે હિંમતનગરના એડી.જ્યુડી.મેજી.ફ.ક કોર્ટ મા ધી નેગો એક્ટ કલમ૧૩૮ મુજબના છ મહિના ની સજા પડેલ ઇસમ જેનુ નામ નવીનકુમાર કિશનભાઇ ભાટ છે જેણે બદને ગુલાબી જેવા કલરનો આખી બાય શર્ટ તથા બ્લ્યુ જીન્સ પહેરેલ છે તે હાલમા બસ સ્ટેશન નજીક બ્રીજ પાસે ઉભો છે.

જેથી તાત્કાલીક તે જગ્યા ઉપર પહોચી તે જગ્યાએ ઉપરોક્ત વર્ણન વાળો ઇસમ ઉભો હોય તેને સાથેના પોલીસ સ્ટાફના માણસો એ પકડી તેનુ નામ-ઠમ પુછતા નવીનકુમાર કિશનભાઇ ભાટ રહે ભાટવાટ માનવ હોસ્પીટલની બાજુમા ખાડામા હિમતનગર જીલ્લો.સા.કા નો હોવાનુ જણાવતા તેને પકડી તેના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલી છે.

આમ છ મહિનાની સજાનો નાસતો ફરતો આરોપીને પકડવામા હિંમતનગર બી ડીવીઝન પોલીસને સફળતા મળેલ છે.

આ કેસમાં સફળ કામગીરી કરનાર સ્ટાફમાં અધીકારી-કર્મચારીઓમાં (૧) પોલીસ સબ ઇન્સ વી આર ચૌહાણ (૨) અ.હેડ.કોન્સ દલજીતસિંહ રામસિંહ (૩) અ.હેડ.કોન્સ.જીગ્નેશકુમાર સુરેશભાઇ (૪) આ.પો.કો.પ્રવિણસિંહ લાલસિંહ (૫) અ.પો.કો.નિકુલસિંહ મહેંદ્રસિંહ અને (૬)અ.પો.કો.હિતેષકુમાર રમણભાઇનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button