ઉંચી દુકાન ફિક્કે પકવાનઃ મીનાક્ષીની લસ્સીમાંથી ઝેરી વંદો નિકળતા બટ્ટો લાગ્યો…
ઉંચી દુકાન ફિક્કે પકવાનઃ મીનાક્ષીની લસ્સીમાંથી ઝેરી વંદો નિકળતા બટ્ટો લાગ્યો...

ખાણીપીણીની ડિશીસ, પડીકાં, બર્ગર વગેરેમાંથી જીવાત,દેડકા, ઇયળો વગેરે નિકળવાની ઘટનામાં હવે સાબરકાંઠામાં હિંમતનગરમાં લસ્સીની એક જાણીતી દુકાનની લસ્સીમાંથી ઝેરી વંદો નીકળતા ભયનું વાતાવરણ સર્જાયુ હતું. અને લસ્સીને થોડીક પિનાર પરિવારની શું હાલત થઇ હશે..?
વિગતે જોઇએ તો આખા હિંમતનગર શહેરમાં જેનું નામ છે અને જે નામાંકિત દુકાન છે એ મીનાક્ષીની લસ્સી…નામની દુકાનમાં એક પરિવાર ઉંચુ નામ સાંભળીને લસ્સી પીવા માટે આવ્યાં હતા. લસ્સીનો ઓર્ડ આપ્યો ત્યારે તેમને બિચારાઓને સ્વપ્નેય ખ્યાલ નહીં હોય કે લસ્સીમાંથી ઝેરી વંદો નીકળશે..?!
ઈડરના એક અગ્રણી રાજસ્થાનથી આવેલા પોતાના મહેમાનોને મીનાક્ષીની લસ્સી ટેસ્ટ કરાવવા હિંમતનગર લઈને આવ્યાં હતા. પરંતુ મંગાવેલી લસ્સીમાંથી વંદો નિકળતા પરિવાર હતપ્રભ થઇ ગયું હતું.
જાહેર જનતા તેનાથી સાવચેત રહે તે માટે પિડિત પરિવારે સમગ્ર બનાવનો વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.




