જિલ્લા પોલીસ વડાના હસ્તે 100 જેટલા વાહનચાલકોને હેલ્મેટ વિતરણ કરાયું…
જીજ્ઞેશ સોની...
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જિલ્લા પોલીસ કચેરી ખાતે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા નવતર પ્રયોગ ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા પોલીસ વડા વિજય પટેલના હસ્તે ટ્રાફિકની અવેરનેસને લઈને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જો કે હિંમતનગર શહેરમાં જાહેર રસ્તા પર ટ્રાફિકને લઈને બાઈક ચાલકોને કોઈ અકસ્માતની ઘટના ન ઘટે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા ટ્રાફિકના નિયમને લઈને દંડ કરવાને બદલે હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં બાઇકચાલકો હેલ્મેટ ના પહેરવાના કારણે ઘણા બાઈકચાલકોના અકસ્માતમાં મૃત્યુ થયા છે.

Dnyl, પોલીસ દ્વારા અવાર-નવાર બાઇકચલાકોને સુરક્ષાના કારણોસર હેલ્મેટ પહેરવા માટે જાણ કરવામાં આવે છે. છતાં બાઇક ચાલકો બેફામ બાઈક ચલાવીને અકસ્માતના કારણે મૃત્યુ પામતા હોય છે. જેને લઈને જિલ્લા પોલીસ વડા વિજય પટેલે બાઇક ચાલકોને સુરક્ષા અને સલામતી માટે હેલ્મેટ આપીને સમજાવવામાં આવ્યા હતા.
અંદાજે 100 જેટલા વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે હેલ્મેટ ફરજિયાત પહેરવાની સૂચનાઓ પણ આપી હતી.
એક સારી પહેલ સમાન આ હેલ્મેટ વિતરણનું સમગ્ર સંચાલન હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ એસ. જે. પંડ્યા તથા પી.એસ.આઇ વિમલ ચૌહાણે ખૂબ સારી કર્યું હતું.




