sabarkathaराष्ट्रीय

બાગાયતી પાકમાં રોગથી ભારે નુકશાન, સરકાર સહાય નહીં કરે તો ખેડૂતો માટે ભારે પરેશાની…

બાગાયતી પાકમાં રોગથી ભારે નુકશાન, સરકાર સહાય નહીં કરે તો ખેડૂતો માટે ભારે પરેશાની...

સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બાગાયતી પાકોનું વાવેતર વધી રહ્યું છે જેમાં પપૈયાનું વાવેતર સાબરકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં થયું છે જો કે હિંમતનગર સહિત આસપાસના વિસ્તારોમાં આછોતરા વરસાદ તેમજ વાઇરસ જન્ય રોગોનું પ્રમાણ વધતા સમગ્ર વિસ્તારમાં બાગાયતી પાક માટે ભારે જોખમ ઊભું થયું છે જેના પગલે ખેડૂતોને રાતા પાડીએ રડવાનો વારો આવ્યો છે.

હિંમતનગરના રૂપાલ કંપા વિસ્તારમાં 100 એકરથી વધારે જમીન ઉપર પપૈયાનું વાવેતર કરાયું છે જો કે છેલ્લા કેટલાક સમયથી બાગાયતી પાકોનું વધતું જતું વાવેતર આ વર્ષે સ્થાનિક ખેડૂતો માટે જોખમરૂપ સાબિત થાય તેમ છે.

સામાન્ય રીતે બાગાયતી પાકોમાં કેળ પપૈયા સહિત જામફળ તેમજ લીંબુનો પાક દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આ વર્ષે વાછત્રા વરસાદ સહિત ખૂબ જ ફૂગજન્ય રોગ વધતા પપૈયાના પાક માટે ભારે ખતરો સર્જાયો છે.

પપૈયાનો પાક ખૂબ ધન્ય રોગ સહિત વાઇરસ ના રોગથી નાશ પ્રાય બનતો હોય છે ત્યારે આ વિસ્તારમાં અચાનક થયેલા ફૂગ તેમજ વાઇરસ જન્ય રોગોથી ખેડૂતોને ભારે ભોગવવાનું સર્જાયું છે. હાલના તબક્કે સ્થાનિક વિસ્તારમાં મોટા પ્રમાણમાં પપૈયાનું વાવેતર થયું હોવા છતાં અચાનક થયેલા ફૂગજન્ય રોગ તેમજ વાઇરસ જન્ય રોગથી સમગ્ર પાક નિષ્ફળ બની રહ્યું છે

જો કે પ્રતિ એક વીઘા એ પપૈયાના વાવેતરમાં 45,000 થી 55 હજાર જેટલો ખર્ચ આવતો હોય છે ત્યારે હાલના તબક્કે કરાયેલા વાવેતરનો ખર્ચ પણ પપૈયાના પાકમાંથી મળી શકે તેમ નથી ત્યારે હાલના તબક્કે ખેડૂતો માટે પપૈયાનો પાક પડતા ઉપર પાટુ સમાન થયો છે હાલમાં મોંઘા બિયારણ સહિત દવા ખાતરનો ખર્ચ તેમજ મજૂરીનો વધતો જતો ખર્ચ ખેડૂતો માટે ભારે મુશ્કેલી બની રહ્યો છે ત્યારે વાયરસ તેમજ ફૂગજન્ય રોગોથી ખેડૂત આલમ માટે પપૈયાનો પાક પરેશાની નો પાક બની ચૂક્યો છે.

જો કે એક તરફ બાગાયત વિભાગ તરફથી વિવિધ પાક માટે સરકારી સબસીડી જાહેર થતી હોય છે જેમાં પપૈયાના પાકમાં પ્રતિ એક વીઘા એ 45000 જેટલી સહાય રાજ્ય સરકાર તરફથી ચૂકવવામાં આવે છે જોકે અચાનક ફૂગજન્ય રોગ તેમજ વાઇરસ જન્ય રોગનો હુમલો થતા સમગ્ર વિસ્તારનો પાક મૃતપાય બની રહ્યો છે ત્યારે સ્થાનિક ખેડૂતોનું માનીએ તો આ મામલે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતોને આર્થિક સહયોગ કરવો જરૂરી બન્યું છે તેમજ હાલના તબક્કે ખેડૂતોને સહયોગ કરાશે તો આગામી સમયમાં બાગાયત પાક માટે ખેડૂતો ફરીથી તૈયાર થઈ શકશે.

જો રાજ્ય સરકાર તરફથી આ વર્ષે કોઈપણ પ્રકારની સહાય નહીં થાય તો ખેડૂતો માટે ભારે પરેશાની સર્જાઇ શકે તેમ છે. હાલમાં ખેડૂતો પણ રાજ્ય સરકાર પાસે આર્થિક સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે

એક તરફ બાગાયતી પાકમાં ચોક્કસ વળતરની અપેક્ષાએ ખેડૂત જગત દિન પ્રતિદિન પરંપરાગત ખેતી છોડી રહ્યો છે ત્યારે અચાનક થતો ફૂગ જન્ય તેમજ વાયરસ જન્ય રોગોના પગે ખેડૂતોને બરબાદ થવાનો સમય પણ આવતો હોય છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ખેડૂતોની સધ્ધરતા માટે કેવા અને કેટલા પગલાં લેવાય છે…

Related Articles

Back to top button