राष्ट्रीय

હરમીત-માનવ પેરિસ ઓલિમ્પિકમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ…..જય હો….

હરમીત-માનવ પેરિસ ઓલિમ્પિકમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ.....જય હો....

પેરિસ ઓલિમ્પિક્સ 2024 ઈવેન્ટ્સ 26મી જૂલાઈ 2024થી શરૂ થશે, જે 11મી ઓગસ્ટ સુધી ચાલશે. હાલમાં પેરિસ ઓલિમ્પિક્સ 2024 માટે જોરદાર તૈયારીઓ ચાલી રહી છે, જે વિશ્વની સૌથી મોટી રમતનો ‘મહા કુંભ’ છે. લગભગ 19 દિવસ ચાલનારા મહાકુંભમાં 32 રમતોના 329 ઇવેન્ટ્સ રમાશે, જેમાં 10 હજાર 500 જેટલા ખેલાડીઓ પોતાની રમત પ્રતિભા બતાવશે.

પેરિસઓલિમ્પિક ૨૦૨૪ ની ઓપનિંગ સેરેમની આ મહિનાના અંતમાં સીન માં પર સુનિશ્ચિત કરવામાં આવી હતી પરંતુ ભારે વરસાદને કારણે નદીના પ્રવાહમાં વધારો થયો હોવાથી એથ્લેટ્સને છ કિલોમીટરની પરેડ મુલતવી રાખવામાં આવી હતી.સીન નદી એ પેરિસ ગેમ્સનું કેન્દ્રિ છે કારણ કે તે ઓપનિંગ સેરેમની અને ઓપન વોટર સ્વિમિંગ અને ટ્રાયથલોન ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું .

આગામી જુલાઈ-ઓગસ્ટમાં યોજાનાર પેરિસ ઓલિમ્પિકમાં રાજ્યના બે આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ અને માનવ ઠક્કર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુરુવારે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે પુરૂષ ટીમની જાહેરાત કરી, જેમાં ગુજરાતના બંને ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.

આ પહેલીવાર છે કે જયારે ભારતની પુરુષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમ ઓલિમ્પિકની ટીમ ઈવેન્ટમાં ક્વોલિફાય થઈ છે. ત્યારે ગુજરાતના રમત જગતમાં પણ ઈતિહાસ રચાઈ ગયો છે. ઓલોમ્પિકમાં રમનાર ભારતીય ટીમમાં પહેલીવાર ગુજરાતના બે ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે.પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય નંબર વન મહિલા ટેબલ ટેનિસ પ્લેયર મનિકા બત્રા અને વેટરન પ્લેયર અંચત શરથ કમલ અનુક્રમે ભારતીય પુરૂષ અને મહિલા ટીમનું નેતૃત્વ કરશે. ટીમ ઈવેન્ટ્સમાં ભારતીય ટીમ માટે આ ડેબ્યુ હશે.

સિનિયર સિલેક્શન કમિટીએ ઓલિમ્પિકના ધોરણો અનુસાર ટીમ પસંદ કર્યા બાદ ગુરુવારે ટેબલ ટેનિસ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ ટીમની જાહેરાત કરી હતી, ઉપરાંત સિંગલ્સ ઈવેન્ટ્સમાં ભાગ લેનાર વ્યક્તિઓનું નામ પણ નક્કી કર્યું હતું.ભારતની પુરુષ ટેબલ ટેનિસ ટીમમાં શરથ કમલની સાથે હરમીત દેસાઈ અને માનવ ઠક્કરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જયારે મહિલા ટીમમાં મનિકા બત્રાની સાથે શ્રીજા અકુલા અને અર્ચના કામથને સામેલ કરવામાં આવી છે. આ સિવાય વૈકલ્પિક ખેલાડી તરીકે બંને ટીમોમાં અનુક્રમે જી સાથિયાન અને આહિકા મુખર્જીને પસંદ કરવામાં આવ્યા છે.

 ટીમ ઈવેન્ટ્સની સાથે પુરૂષ સિંગલ્સમાં, શરથ અને હરમીત પણ ઉતરશે, જયારે મહિલા સિંગલ્સમાં મનિકા અને શ્રીજા રમવા ઉતરશે. લેટેસ્ટ વર્લ્ડ રેન્કિંગના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે 41 વર્ષીય જી સાથિયાન તેની કારકિર્દીમાં આ વખતે પાંચમી અને છેલ્લી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવાનો છે.

Related Articles

Back to top button