સામાજીક સમરસતા મંચ વિશ્ર્વહિંદુ પરિષદ સાબરકાંઠા દ્રારા કાંકણોલ ગામે દલિત સમાજના ભાઈઓ , બહેનોને સાથે રાખી મહાદેવ મંદિર ખાતે શ્રાવણી અમાસે જલાભિષેકનો કાયંક્રમ યોજાયો હતો.
આ સંગઠનો સંઘ પરિવારની છે અને સમાજમાં દલિતોને માનસન્માન માટે લડત આપે છે. કાર્યક્રમમાં વિશ્ર્વ હિંદુ પરિષદના હિતેશભાઈ પટેલ, જીલ્લામંત્રી જયેશભાઈ પટેલ, રંગમહોલ રીયલ એસ્ટેટ, વિનોબાભાવે સેવા સંસ્થાનના વિનોદ બ્રહમભટ્ટ, પરિવતઁન યુવક મંડળના તેજાજી વણઝારા ઉપસ્થિત રહ્યાં હતા અને જળાભિષેકના અનેરા કાર્યક્રમમાં જોડાયા હતા અને જળાભિષેક કરી દેવાધિદેવ ભોળાનાથની પૂજા કરી હતી.




