ગુજરાત પોલીસનો એક માનવીય અને ફરજ પ્રત્યે નિષ્ઠા તથા નાગરિકોના જાનમાલની સુરક્ષાની કેટલી ચિંતા છે તેનો એક નોખો અને અનોખો દાખલો અંજારમાં જોવા મળી રહ્યો છે. તે બદલ અંજારની પ્રજા સ્થાનિક પોલીસનો ખૂબ ખૂબ આભાર માની રહી છે. અને અંજાર પોલીસને અભિનંદન આપીને કહી રહી છે કે અંજાર પોલીસે ફરજ પ્રત્યે સક્રિયતા બતાવીને સંભવિત ગુનાઓ રોકવાનું કામ કર્યું તેમ જો ગુજરાત આખાની પોલીસ પોતપોતાના વિસ્તારમાં કરે તો મજાલ છે કોઇ ગુનેગારોની કે તે ગુનો કરે..!
વાત સાવ નાની છે પણ નાગરિકોના દિલમાં ઉતરી જાય તેમ છે. નવરાત્રિમાં લોકો ગરબા રમાવામાં વ્યસત હોય,. વાહનો
આમતેમ મૂકી દે અને પછી બનાવ બને ત્યારે દોડે સીધા પોલીસમાં અને ફરિયાદ લગાવે કે મારી ગાડી ચોરાઇ ગઇ…!
અંજાર પોલીસે તેનો એવો સરસ મજાનો ઉપાય શોધ્યો કે એક નાનકડી જાહેરાત આપીને સૌને ચેતવ્યાં અને પોતાની ફરજ પણ નિભાવી છે. તેમણે કરેલી નોખી-અનોખી જાહેરાત પર નજર નાંખીએ તો..
આથી અંજારની જાહેર જનતાને અંજાર પોલીસ સ્ટેશન તરફથી નમ્ર અપીલ છે કે આપ પ્રજાજનો જ્યારે નવરાત્રીમા રાસ ગરબા રમવા માટે ગરબીમા જાઓ ત્યારે પોતાના મકાનને વ્યવસ્થિત તાળું મારી ઘરની અંદરની લાઇટ ચાલુ રાખીને જાઓ અને ગરબી વાળી જગ્યાએ તમારૂ ટુ – વ્હીલર વાહન બરોબર લોક કરી બંને ત્યા સુધી સી .સી.ટી.વી.કેમેરા લાગેલા હોય તેવી જગ્યાએ પાર્ક કરવાનુ અને સમયાંતરે પોતાનુ વાહન સલામત છે કે તેવી ખરાઇ કરી લેવાનુ અને કોઇ પણ જાતનુ ગુનાહીત ક્રુત્ય તમારા ધ્યાને જણાઇ આવે તો તાત્કાલીક અંજાર પોલીસ સ્ટેશનના ટેલીફોન નં .૦૨૮૩૬૨૪૨૫૧૭ ઉપર જાણ કરવા વિંનતી સહકાર આપવા નમ્ર અપીલ છે…..!




