sabarkathaराष्ट्रीय
પીએચ . ડી થયા- આગિયોલ ગામ અને નાયી સમાજનું ગૌરવ વધાર્યું…
પ્રતિનિધિ:જીગ્નેશ સોની…..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામના નાયી વિજયકુમાર રમેશભાઈ એ વી. સી. ટી. મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચના પ્રિન્સીપાલ ડૉ અર્જુનસિંહ ગઢવીના માર્ગદર્શન હેઠળ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષયમાં ” બાળવાર્તા સાહિત્યમાં કથનકળા” ( ગિજુભાઈ બધેકા, રમણલાલ સોની, શ્રદ્ધા ત્રિવેદી, હરિપ્રસાદ વ્યાસના સંદર્ભે) વિષય ઉપર મહાશોધનિબંધ રજૂ કરતાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માન્ય રાખી આ સંશોધન કાર્ય માટે તેમને પીએચ. ડી . ની પદવી એનાયત કરી છે. તેઓએ આગિયોલ ગામ અને નાયી સમાજનું ગૌરવ વધાર્યું છે.




