ગાંધીનગરના હવામાન બાબતોના નિષ્ણાત એવા અંબાલાલ પટેલની એક વધુ આગાહી એવી થઇ છે કે તેનાથી ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તો નવાઇ નહીં કેમ કે તેમણે એવી આગાહી કરી છે કે, નવરાત્રીમાં નવ દિવસ ભારે વરસાદ પડશે અને ખેલૈયોના રંગમાં ભંગ પડશે
હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું જતાં જતાં ફરી વધુ સક્રિય બન્યું હોય તેવો માહોલ સર્જાયો છે ભાદરવામાં પણ હાલમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગાંધીનગરથી હવામાનના નિષ્ણાત એવા અંબાલાલ પટેલે આગાહી કરીને જણાવ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં અંતમાં નવરાત્રી બેસવાની છે ત્યારે છેલ્લા ઘણા સમયથી કોરોનાના લીધે છેલ્લા બે વર્ષથી નવરાત્રીમાં મજા આવતી નથી ત્યારે આ વર્ષે સારી નવરાત્રી જશે તેવી ખેલૈયાઓને આશા બંધાતી હતી પરંતુ નવરાત્રીમાં ખેલૈયો માટે માઠા સમાચાર અત્યારથી જ આપી દેવામાં આવે છે તેવી માહિતી અંબાલાલ પટેલે આપી દીધી છે.
સમગ્ર રાજ્યમાં 23મી સપ્ટેમ્બર પછી વરસાદી માહોલ જામશે અને દક્ષિણ ગુજરાત ઉત્તર અને મધ્યમમાં પણ ભારે વરસાદ પડી શકે છે તેથી સપ્ટેમ્બર મહિનાના અંતમાં નવરાત્રી બેસવાની છે તેથી ગરબાના ખેલૈયાનો ગણાતો પ્રિય તહેવાર નવરાત્રી બગડે તેવી સંભાવનાઓ સેવાઈ રહે છે તેથી ખેલૈયાઓમા ભારે કચવાટની લાગણી ઉભી થવા પામી છે




