sabarkathaराष्ट्रीय

ગાંભોઇ પોલીસે પૂરવાર કર્યું- પોલીસથી બચીને કોઇ જઇ શકતુ નથી…15 વર્ષે પણ નહીં…!!

ગાંભોઇ પોલીસે પૂરવાર કર્યું- પોલીસથી બચીને કોઇ જઇ શકતુ નથી...15 વર્ષે પણ નહીં...!!

કોઇ ગુનો બને ત્યારે ગણતરીના કલાકોમાં કે ગણતરીના દિવસોમાં  ગુનાનો ભેદ ઉકેલવાના કેસો જોવા મળે છે. પણ છેલ્લાં 15-15 વર્ષથી ફરાર હોય અને 15 વર્ષના સમયગાળામાં  કદાજ ચહેરો-મહોરો પણ બદલાઇ ગયો હોય અને  એવુ પણ બને કે ઓળખવી પણ મુશ્કેલ બને તેવા એક કેસમાં ગાંભોઇ પોલીસે 15 વર્ષથી ફરાર એક મહિલા આરોપીને ઝડપી પાડીને પૂરવાર કર્યું છે કે કાયદાના હાથ ખૂબ લાંબા છે. અને પોલીસના હાથમાંથી કોઇ ગુનેગાર કે આરોપી છટકીને જઇ શકતો નથી.

ગાંભોઇ પોલીસે એ પણ પૂરવાર કર્યું કે આરોપી કે ગુનેગાર ભલે ગમે તેટલા પેંતરા કરે તો પણ તે પોલીસની બાજ નજરથી બચી શકતી નથી. આ મહિલા આરોપીને પણ કદાજ નવાઇ લાગી હશે કે આટલા વર્ષો બાદ પણ પોલીસે તેને શોધી કાઢી…!?

આ કેસની વિગત જોઇએ તો, શ્રી વિરેન્દ્રસિંગ યાદવ સા. પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ. તથા શ્રી વિજય પટેલ, સા. પોલીસ અધિક્ષક સાબરકાંઠા-હિંમતનગરનાઓએ વિશ્વાસઘાત, ઠગાઇ, છેતરપિંડી વગેરેના  ગુન્હાના નાસતાં ફરતાં આરોપીઓને પકડવા સુચના આપેલ હોય જે આધારે શ્રી એ. કે.પટેલ સા.નાયબ પોલીસ અધીક્ષક હિંમતનગર ડીવીઝન તથા સર્કલ પોલીસ ઇન્સ્પેકટરશ્રી. હિંમતનગર સર્કલનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ ગાંભોઇ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૪૪/૨૦૦૯ ઇ.પી.કો કલમ ૪૨૦,૪૦૬,૧૨૦(બી) મુજબના કામે છેલ્લા પંદર વર્ષથી નાસતી ફરતી આરોપીબાઇ  માયા ઉર્ફે મીરા ડો/ઓ શાંતીલાલ મીણા (રહે.બીલખ સોમાવત મુખીયા ફળા તા.રૂશભદેવ જી.ઉદેપુર રાજસ્થાન) ની હાલ લાલપુર ( કીડી) ગામ ખાતે આવેલ છે…તેવી માહીતી મળતાં લાલપુર ગામ ખાતે ગયેલ હતાં.

 દરમ્યાન ધનસુરા પોલીસ સ્ટેશનના માણસોને પણ આ મહીલા આરોપીની માહીતી હોય જેથી ધનસુરા પોલીસ ટીમના માણસો પણ આવી ગયા હતા. જેથી બંન્ને પોલીસ સ્ટેશનના માણસોએ સંયુકત રીતે ગામમાં હ્યુમન સર્વેલન્સથી તપાસ કરતાં આરોપીબાઇ માયા ઉર્ફે મીરા ડો/ઓ શાંતીલાલ મીણા (રહે.બીલખ સોમાવત મુખીયા ફળા તા.રૂશભદેવ જી.ઉદેપુર રાજસ્થાન) મળી આવી હતી.

 જેથી આ મહીલા આરોપીની ગાંભોઇ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૪૪/૨૦૦૯ ઇ.પી.કો કલમ ૪૨૦,૪૦૬,૧૨૦(બી) મુજબના બાબતે મહીલા પોલીસ કમૅચારીને સાથે રાખી પુછપરછ કરતાં પોતે આ ગુન્હામાં પોલીસ પકડથી નાસતી ફરતી હોવાનીં કબૂલાત કરી હતી. જેથી આ મહીલાને સદર ગુન્હાના કામે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે લઇ જઇ આગળની કાયૅવાહી માટે ગાંભોઇ પોલીસ સ્ટેશન લાવવામાં આવી હતી.

આમ, ગાંભોઇ પોલીસ ટીમને છેલ્લા પંદર વષૅથી નાસતી ફરતી મહીલા આરોપીને ઝડપી પાડવા સફળતાં સાપડેલ છે.

આ મહત્વના કેસમાં કામગીરી કરનાર પોલીસ કમૅચારીઓમાં (૧) એ.એસ.આઇ કાળુભાઇ દેવાભાઇ બ.નં.૯૪૫ ગાંભોઇ પોલીસ સ્ટેશન (૨) અ.પો.કો સુરેશભાઇ અંબાલાલ બ.નં.૧૦૨૩ ગાંભોઇ પોલીસ સ્ટેશન (૩) અને  વુ.પો.કો. કાજલબેન પ્રવિણસિહ બ.નં.૫૫૩ ગાંભોઇ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.

Related Articles

Back to top button