sabarkathaराष्ट्रीय

ગઢા ગ્રુપ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી ACB નાં છટકામાં ઝડપાયા, હવે કોનો વારો..

ગઢા ગ્રુપ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી ACB નાં છટકામાં ઝડપાયા, હવે કોનો વારો..

સાબરકાંઠામાં કેટલાક તલાટી-કમ મંત્રી સામે ગેરરીતિની અનેક ફરિયાદો છે. જો કે કેટલાક એવા રીઢા છે કે ગેરરીતિ છોડતા નથી. જો કે એક તલાટીને 500 રૂપિયાની લાંચ માંગવી ભારે પડી ગઇ અને 500ના બદલામાં મહિને હજારો રૂપિયાની નોકરી ગુમાવે તેમ છે. કેમ કે એસીબીએ તેમને 500ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે.

વિગતે જોઇએ તો, હિંમતનગર તાલુકાની ગઢા ગ્રુપ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી ACB નાં છટકામાં ઝડપાયા છે.ગઢા ગ્રામ પંચાયતના વહીવટીદાર જીતેન્દ્ર પટેલ તલાટી કમ મંત્રીએ સરકારી કામકાજ માટે અરજદાર પાસેથી  500ની લાંચ માંગી હતી.

અરજદારે આ અંગે એસીબીને જાણ કરી અને એસીબીએ છટકુ ગોઠવ્યું અને તલાટીને રજદાર પાસેથી 500ની નોટ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. જેના પગલે જીલ્લામાં તલાટી કમ મંત્રીઓ પર ACB ની ટ્રેપનો ડર ફેલાયો હતો અને હડકંપ મચ્યો હતો….

આમ એક જાગૃત અરજદારે ACB ને જાણ કરતા ભ્રષ્ટ સરકારી બાબુ લાંચ લેતાં ACB ને હાથ લાગ્યા છે.જેના પગલે અરજદારો પાસેથી કામકાજ અર્થે લાંચ લેતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ તો ફેલાવાનો જ છે અને જો બીજા પણ નહીં સુધરે તો એસીબી તાયર જ છે..

Related Articles

Back to top button