राष्ट्रीय

પૂર્વ રેલમંત્રીની ગાડી છુક છુક..કરતી પહોંચી કમલમમાં….મોહન રાઠવા બાદ હવે નારણ રાઠવા જોડાયા…

પૂર્વ રેલમંત્રીની ગાડી છુક છુક..કરતી પહોંચી કમલમમાં....મોહન રાઠવા બાદ હવે નારણ રાઠવા જોડાયા...

કૉંગ્રેસ માંથી એક પછી એક સભ્યો પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે. જ્યારે  એક બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે. એવામાં જોવા જઇએ તો  લગભગ દેશના દરેક રાજ્યમાંથી કોઈને કોઈ મોટા નેતા લોકસભાની ચૂંટણી પહેલા પક્ષનો સાથ છોડી રહ્યો છે અને અન્ય પક્ષમાં ને મોટે ભાગે ભાજપમાં જોડાઈ રહ્યા છે.

હાલ ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગે તેવી સંભાવના છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂર્વ કેન્દ્રીય રાજ્ય પ્રધાન નારણભાઈ રાઠવા ભાજપમાં જોડાઈ શકે છે. મળતી માહિતી મુજબ, રાઠવા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં તેઓ આજકાલમાં ભાજપમાં જોડાશે.

કોંગ્રેસ માટે આ એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે કારણ કે રાઠવાની ગણતરી મોટા નેતાઓમાં થાય છે. રાઠવા યુપીએ સરકારમાં રેલ્વે રાજ્ય મંત્રી હતા. તેમનો રાજ્યસભાનો કાર્યકાળ તાજેતરમાં પૂરો થયો છે.67 વર્ષના નારણભાઈ રાઠવાએ કોંગ્રેસમાંથી જ રાજકારણની શરૂઆત કરી હતી. તેઓ પાંચ વખત લોકસભાના સાંસદ હતા. રાઠવા 1989માં લોકસભા ચૂંટણી જીતીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. તેઓ છોટા ઉદેપુરના સાંસદ હતા. તેઓ 2004 થી 2009 વચ્ચે યુપીએ-1માં રેલ્વે રાજ્ય મંત્રી હતા.આદિવાસી સમાજમાંથી આવતા કોંગ્રેસના દિગ્ગજ નેતા નારણભાઈ રાઠવાની તેમના પુત્ર સંગ્રામસિંહ સાથે ભાજપમાં જોડાવાની  શક્યતા છે.

2009ની લોકસભા ચૂંટણીમાં રાઠવા ભાજપના રામસિંહ રાઠવા સામે ચૂંટણી હારી ગયા હતા. આ પછી, તેમણે લગભગ 10 વર્ષ સુધી કોઈ પદ સંભાળ્યું ન હતું. 2018માં કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા. તાજેતરમાં જ તેમનો રાજ્યસભાનો કાર્યકાળ પૂરો થયો છે. ગુજરાત વિધાનસભામાં હવે  કૉંગ્રેસ પાસે માત્ર 15 જ સભ્ય છે. નોંધનીય છે કે માર્ચના પહેલા અથવા બીજા સપ્તાહમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસના નેતાઓ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે.

Related Articles

Back to top button