राष्ट्रीय

પૂર્વ સાંસદ ગૌતમ ગંભીર ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બનશે….ડીલ પક્કા….

પૂર્વ સાંસદ ગૌતમ ગંભીર ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બનશે....ડીલ પક્કા....

રાહુલ દ્રવિડનો  ભારતીય ટીમના કોચ તરીકેનો કાર્યકાળ પૂર્ણ થઇ ગયો છે. તેથી હવે નવા કોચ કોણ બનશે તે અંગે અટકળોનો દોર ચાલુ થઈ ગયો છે . એવામાં ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી અરજીઓ માંગવામાં આવી હતી. અરજીઓ જોયા બાદ  ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ કોણ હશે, તેના પર ટૂંક સમયમાં જાહેરાત થઇ જશે. એક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે મુખ્ય કોચ માટે ગૌતમ ગંભીરનું નામ સૌથી આગળ છે. ગંભીરે આ માટે અરજી પણ કરી છે.

નોંધનીય છે કે ગૌતમ ગંભીર ભાજપના પૂર્વ સાંસદ છે. આ વખતે ભાજપે તેમને દિલ્હીની બેઠક પરથી રિપીટ કર્યા નહોતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની બીસીસીઆઇ  સાથે ડીલ છે. આ બોર્ડનું નિયંત્રણ ભાજપના એક નેતાના પુત્ર જય શાહના હાથમાં છે. તેથી એમ ચર્ચાય છે કે ગૌતમને જ મુખ્ય કોચ બનાવવમાં આવશે.

IPL-2024માં ગંભીર કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો મેન્ટર હતો. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે હવે ગૌતમ ગંભીર આ પદ માટે મોટો દાવેદાર છે. આ અઠવાડિયે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ની ત્રીજી ખિતાબ જીત્યા પછી, ગંભીરને મુખ્ય કોચ પદ માટે મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. ગંભીર 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ ટીમનો ચેમ્પિયન ખેલાડી રહ્યો છે.

રાહુલ દ્રવિડ વર્લ્ડ કપના અંતે મુખ્ય કોચની જવાબદારી છોડી દેશે.રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ગંભીરે તેની નજીકના લોકોને કહ્યું છે કે તે આ પોસ્ટ પર વિચાર કરી રહ્યો છે, કોલકાતા ટીમના કો-ઓનર શાહરૂખ ખાન પણ આ વાતથી વાકેફ છે. આ પોસ્ટ માટે અરજીઓ મોકલવાનો 27 મે છેલ્લો દિવસ હતો.

એવી શક્યતા છે કે તેણે આ ભૂમિકા માટે ઔપચારિક રીતે અરજી કરી છે, જો કે હજી સુધી બંને તરફથી તેની પુષ્ટિ કરવામાં આવી નથી.IPL ફ્રેન્ચાઈઝીના માલિક કે જેઓ બીસીસીઆઈના ટોચના સ્તરના અધિકારીઓની ખૂબ નજીક છે તેણે જણાવ્યું કે ગંભીરને મુખ્ય કોચ બનાવવા માટે ડીલ થઈ ગઈ છે, આ અંગેની જાહેરાત થવાની બાકી છે.

Related Articles

Back to top button