sabarkathaराष्ट्रीय

નગરપાલિકા માટેઃ નાગરિકોની આ લાચારી તંત્રને અને જનપ્રતિનિધિને નથી દેખાતી….?!

નગરપાલિકા માટેઃ નાગરિકોની આ લાચારી તંત્રને અને જનપ્રતિનિધિને નથી દેખાતી....?!

હિંમતનગર નગરપાલિકા કચેરી ઉપર છેલ્લા ૧ મહિનાથી  નાગરિકો વહેલી સવારથી જ જન્મ /મરણના દાખલા લેવા માટે લાઇનોમા લાગી જાય છે.સ્કૂલો ચાલુ થતાં ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના ચાલુ કરેલ છે, જેમાં બાળકોના જન્મના દાખલા અંગ્રેજીમાં આપવા ફરજિયાત છે.

જેના કારણે માતાપિતા દ્વારા પોતાના બાળકોના જન્મના દાખલા લેવા ફોર્મ ભરી સવારથી જ લાઇનો લગાવે છે.ટેક્નોલોજી ની ૨૧મી સદીમાં પણ ગુજરાત સરકારના સંલગ્ન વિભાગ દ્વારા છેલ્લા ૧ મહિના કરતા વધુ સમયથી સર્વર ડાઉન છે….તેવો જવાબ આપવામા આવે છે.

આવી કારમી ગરમીમાં પણ પરસેવે રેબઝેબ થઈ નાગરિકો પોતાનો કિંમતી સમય બગાડી ના છૂટકે ૨થી ૩ કલાક લાઇનોમાં ઊભા રહે છે..( નાગરિકોને જો કે સરકારી લાઇનોમાં ઉભા રેહવાની આદત પડી ગયેલ છે…)  ભારતીય જનતા પાર્ટીનુ  છેલ્લા ૫૦ વર્ષોથી એકધારું શાસન હિંમતનગર નગરપાલિકામા ચાલી રહ્યું છે.ગુજરાત સરકાર અને કેન્દ્રમાં પણ ભાજપ નું જ શાસન છે.

હિમતનગર નગરપાલિકા  દ્વારા અજ રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો.  જેમાં માનનીય ધારાસભ્યશ્રી શાસક પક્ષ ના સદસ્યશ્રીઓ,  સંગઠનના પદાધિકારીઓ હાજર હતા. કાર્યક્રમ પૂરો કરી નગરપાલિકા કચેરી આવ્યા પછી પણ નાગરિકોની આટલી ભીડ હોવા છતાં જાણે તેમને  કોઈ જ  લેવા દેવા ના હોય તેવું તેમનું વર્તન લોરકોને જોવા મળ્યું છે.

શાસક પક્ષની બિનસંવેદનશીલતા અહી દેખાય આવે છે.(ચૂટણી આવ્યે નાગરિકો વોટ શું કામ નથી આપતા એવુ ભાજપને ખબર છે) નાગરિકો અવાજ પણ નથી ઉઠાવતા અને ચૂપચાપ ૨ થી ૩ કલાક લાઇનોમા ઊભા રહે છે. કોરોનાકાળ, નોટબંધીમા લાઇનોમા ઉભા રહેવાની જાણે આદત પડી ગયેલ છે.

૨૧મી સદીની ટેક્નોલોજીના યુગમા નાગરીકોને ઘર બેઠા પોતાના લેપટોપ મોબાઇલ પર જ જન્મના અંગ્રેજીમા લખેલ દાખલા મળી રહે તેવી વ્યવસ્થા થાય… તેમ જ હાલ સર્વર ડાઉનની સમસ્યાના કારણે નાગરિકોને જે હાલાકી પડી રહી છે તે માટે સરકારશ્રીના સંલગ્ન વિભાગમાં રજૂઆત કરી ત્વરિત નિરાકરણ થાય તેવી સક્ષમ વિપક્ષ તરીકે અમારી માગણી છે. એમ ઇમરાન બાદશાહ- નેતા વિપક્ષ,  હિમતનગર નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Related Articles

Back to top button