गुजरातराष्ट्रीय

ફાયરીંગઃ થર્ટી ફર્સ્ટ પહેલાં જ દારૂની મહેફિલમાં ધાંય..ધાંય..ગોળીબારની ઘટના…

ફાયરીંગઃ થર્ટી ફર્સ્ટ પહેલાં જ દારૂની મહેફિલમાં ધાંય..ધાંય..ગોળીબારની ઘટના...

શહેરના બોપલ વિસ્તારમાં દારૂના નશામાં ફાયરિંગ કર્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આરોપી પાસેથી બિયર અને દારૂની બોટલો પણ મળી આવી છે. પોલીસે 24 બિયર અને એક સ્કોચની બોટલ કબજે કરી છે. પોલીસ ફાયરિંગ થયાના સ્થળે પહોંચી ત્યારે બે લોકોએ પાંચમા માળેથી ચોથા માળની અગાસીમાં કૂદવાનો પ્રયાસ કરતાં તેમને ઈજા પહોંચી છે. પોલીસે ગેરકાયદેસર હથિયાર રાખીને ફાયરિંગ કરવા સંદર્ભે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે મંગળવારે મોડીરાતે બોપલ વિસ્તારમાં મહાવીરસિંહ જાડેજા નામના એક વ્યક્તિએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની જાણ થતાં જ પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી. જેમાં પોલીસને ઘટના સ્થળેથી સાત જીવતા કાર્ટિસ અને પિસ્તોલ મળી આવી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે મહાવીરસિંહ જાડેજાએ કચ્છના ધમાભાઈ પાસેથી યુએસ મેડ પિસ્તોલ ખરીદી હતી.

આ પિસ્તોલ સાથે સાત ખાલી કારતુસ પણ પોલીસને મળ્યા છે.દારૂ પીવા માટે ભેગા થયેલા લોકો જમીન દલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું પોલીસ માની રહી છે. મહાવીર ભાવસિંગ જાડેજા કચ્છના છે અને એમની સાથે ફતુભા જાડેજા છે. બીજી તરફ તેમનો ડ્રાઈવર અને પટાવાળો પણ ત્યાં હતો. પોલીસ આવતા બે લોકો ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતાં તેને સામાન્ય ઈજા થઈ છે.સમગ્ર મામલે હાલ બોપલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button