sabarkathaराष्ट्रीय
શહેરની દુકાનમાં આગથી મચી અફરાતફરી…..જાનહાનિ ટળી..
શહેરની દુકાનમાં આગથી મચી અફરાતફરી.....જાનહાનિ ટળી..
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના ટાવર ચોક ખાતે આવેલી એક દુકાનના ત્રીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. આગના પગલે દુકાનમાં અફરાતફરી મચી ગઇ હતી. આગથી ધૂમાડાના ગોટે ગોટા ઉમટી પડતા આસપાસનો કો પણ દોડી આવ્યાં હતા.
આગ લાગવાના કારણમાં પ્રાથમિક રીતે શોર્ટ સરકીટ હોવાનું બહાર આવ્યું હતું. સ્થાનિક અને અન્ય વેપારીઓએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેની સાથે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી. અને મોટી જાનહાની ટળી હતી.




