राष्ट्रीय

ઉનાળાની કારમી ગરમીમાં મોલમાં લાગી આગ……જાણો ક્યાં થઇ ઘટના….

ઉનાળાની કારમી ગરમીમાં મોલમાં લાગી આગ......જાણો ક્યાં થઇ ઘટના....

અમદાવાદ શહેરમાં એક તરફ ઉનાળાની કારમી ગરમીનો પ્રકોપ શરૂ થયો છે, તો બીજી તરફ આગ લાગવાના બનાવો  પણ બની રહ્યા છે.જેમાં શહેરના રાજમાર્ગ ગણાતા આશ્રમ રોડ પર સન્યાસ આશ્રમની સામે અને એમ. જે. લાયબ્રેરી ની બાજુમાં આવેલા એક મોલમાં વહેલી સવારે આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર આશ્રમ રોડ પર આવેલ દેવનંદન મોલમા આજે વહેલી સવારે  ૫.૩૦ વાગે આગ લાગતા દોડાદોડી થઈ હતી. દરમિયાનમાં આગ લાગ્યાની જાણ ફાયર બ્રિગેડ ને કરવામાં આવતા ફાયર ટીમ તાત્કાલિક પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પાર કાબુ કરી લીધો હતો. જો કે તે દરમિયાન આ મોલમાં આવેલી ઘણી ઓફિસમા નુકસાન થઈ ગયું હતું.

Related Articles

Back to top button