પ્રસંગઃ હિંમતનગરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલા દિનની ઉજવણી…
પ્રસંગઃ હિંમતનગરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા મહિલા દિનની ઉજવણી...
આજે આંતરરાષ્ટ્રીય મહિલા દીવસ 8 માર્ચ સંદર્ભે હિંમતનગરમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા કે. મ પટેલ સ્કૂલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.નોંધનીય છે કે ગુજરાતની મહિલાઓમાં અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન.વધુ વિશ્વસનીય બની રહી છે.
મહિલાઓ પર થતાં શારિરીક, માનસિક કે જાતીય અત્યાચાર ઘરેલુ હિંસા સહિતના અન્ય પ્રકારની હિંસાના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ, સલાહ અને માગૅદર્શન મળી રહે તે માટે ગુજરાત સરકારશ્રીના મહિલા અને બાળ-વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ.એમ.આર.ગ્રીન હેલ્થ સર્વિસ દ્રારા અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન વર્ષ 2015થી પૂરા રાજ્યમાં કાર્યાન્વિત કરવામા આવી છે.
પ્રથમ ચરણમાં પાઇલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદ – સુરત શહેર અને ગાંધીનગર જીલ્લામાં ૬ અભયમ રેસ્કયું વાનથી ૨૪X૭ શરૃઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આ અભયમ સેવાને લોકો તરફથી બહોળો પ્રતિસાદ મળતા રાજ્ય સરકાર દ્રારા 8 માર્ચ 2015 આંતર રાષ્ટ્રીય મહિલા દીવસના રોજ તત્કાલિન માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે ગૂજરાત રાજ્યમા આ સેવાનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
અગાઉ ૬ રેસ્ક્યુ વાનમાં બીજી ૫૩ રેસ્કયું વાનને લોકાર્પિત કરી કુલ ૫૯ રેસ્ક્યું વાન કાર્યાન્વિત કરવામાં આવી. આમ રાજ્ય ની મહિલાઓને સલામતી, બચાવ અને સુરક્ષા માટે હંમેશા આગવી પહેલ કરનાર દેશનુ પહેલું રાજ્ય પ્રસ્થાપિત થયેલું છે.
વર્ષ 2015 થી 2023 દરમિયાન જરૂરિયાતમંદ મહિલાઓ તરફથી કુલ ૧૩,૯૯,૭૫૭ થી વધુ કોલ મળેલ છે. જેમાં તાત્કાલિક મદદ માટે ઘટના સ્થળે અભયમ રેસ્ક્યુ ટીમ સાથે ત્રણ 2 લાખ 82 હજારથી વધુ થી પિડિત મહિલાઓ ને સેવાનો લાભ પહોંચાડેલ છે. આ ઉપરાત જરૂરીયાત મુજબ સરકારના અન્ય માળખાઓ સાથે સંકલન કરી પોલિસ સ્ટેશન, નારી સંરક્ષણ ગૃહ, પોલિસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, નારી અદાલત, ૧૦૮ ઇમરજન્સી મેડિકલ સર્વિસ, કાનૂની સહાયતા કેન્દ્ર મેન્ટલ, વૃધ્ધાશ્રમ, હોસ્પિટલ અને સંસ્થાઓ વગેરેમા આગળની ન્યાયિક અને જરૂરી સેવાઓ મળી રહે તે હેતુથી પહોંચાડવામાં આવી છે. સાચા અર્થમા સુરક્ષા પુરી પાડવામાં આવેલ છે.
૧૮૧. મહિલા હેલ્પ લાઇનની મુખ્ય ખાસિયત છે કે જે ચોવીસ કલાક વિના મૂલ્યે કાર્યરત છે જેમાં કોઈપણ પિડીત મહિલા, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ સહિત વૃદ્ધો પણ મૂશ્કેલીના સમયે મદદ મેળવી શકે છે. આ હેલ્પ લાઇનના ૧૮૧ ટોલ ફ્રી નંબરમાં ત્રાહિત વ્યકિત તરીકે પુરુષ પણ કોલ કરી પીડિતાને. મદદ રુપ બની સકે છે. આ ઉપરાત આ તમામ માહિતી ગુપ્ત રાખવામાં આવે છે. આ ઉપરાંત સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક જાણકરી પૂરી પાડવામાં આવે છે .
ઘરેલુ હિંસા સહિતના કામકાજના સ્થળે જાતીય સતામણી, લગ્ન જીવનના વિખવાદો, બાળ જન્મ અને આરોગ્યના કિસ્સાઓ, મનોરોગી, હતાશ, લગ્નેતર સંબંધો અને પરિવારનાં વિખવાદો વગેરેમાં અસરકારક કાઉન્સિલિંગ અને અન્ય વિભાગોના સુદ્રઢ સંકલનથી સંતોષ કારક નિરાકરણ કરવામાં આવી રહ્યું છે .
છેડતી, અપમૃત્યુ, બળાત્કાર,જાતીય સતામણી આપધાત કે ગંભીર પ્રકારના ગુનાઓ માં પોલિસ કાર્યવાહિ સાથે પીડિતા નો યોગ્ય મદદ પહોંચાડવામાં આવી રહી છે.
આવી અભિનવ,ત્વરિત અને વિશ્વાસનીય સેવાઓ આપવામા આવતી હોવાથી આજે મહિલાઓ અભ યમ ને એક સાચી સાહેલી તરીકે લોકપ્રિય બની રહી છે.
મનોરોગી મહિલાઓ, ગૃહત્યાગ, ઘરછોડવા મજબૂર કરવુ વગેરે કિસ્સાઓમાં સુરક્ષિત આશ્રય અપાવવામાં તેમજ પરિવાર સુઘી પહોંચાડવામાં આવી રહેલ છે. બિન જરુરી કોલ, મેસેજથી હેરાનગતિ કરવી, સાયબર ક્રાઇમ, શ્રમિક મહિલાઓનાં વેતન ના પ્રશ્ન, બાળલગ્ન કે જમીન મિલકતના વિખવાદોમાં આજે અભયમ અસરકારકતાથી નિરાકરણ અને સુખદ સમાધાનની દિશામાં આગળ વધી રહેલ છે. આમ સુરક્ષા, સલામતીની સાથે સાથે પારિવારિક ઝગડાઓ અને લગ્ન જીવનના પ્રશ્નમાં સુખદ ઉકેલ દ્વારા પીડિતાના જીવનમાં આનંદ, સંતોષ, ભયમુક્ત અને પરિવાર એક્તામાં અભયમ એક આગવી ભૂમિકા ભજવી રહેલ છે.
અભયમને અભિનંદન…..




