sabarkathaराष्ट्रीय

શિક્ષક દિન પહેલાં જ હવે શિક્ષકો પણ આંદોલનના માર્ગે..

પેન ડાઉન, માસ સીએલ, અને છેલ્લે અચોક્કસ મુદતની હડતાલ...જાગતે રહો..

હિંમતનગર ખાતે અલગ અલગ વિભાગમાં વર્ગ ત્રણમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિશાળ રેલી યોજાઈ હતી અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સાબરકાંઠા જિલ્લામાં અલગ અલગ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ ત્રણના કર્મચારીઓ એકઠા થઇ પડતર માંગણીઓ અને જૂની પેંશન યોજના લાગુ કરવા માટે વિરોધ નોંધાવી રહ્યા છે ત્યારે આજે શહેરના મહાવીરનગર કેનાલ ફ્રન્ટ થી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ખાતે વિશાળ રેલી પહોંચી હતી અને જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતુ…

જિલ્લાના અલગ અલગ 14 જેટલા કર્મચારી મંડળ સંયુક્ત રૂપે રેલી યોજી હતી તો આગામી સમયમાં મહેસાણા ઝોનમાં અને ત્યારબાદ પેન ડાઉન, માસ સીએલ ત્યારબાદ ૩૦ મી તારીખથી અચોક્કસ મુદત ની હળતાલ પર પણ જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. જેની નોંધ લેવા સરકારને જાણ કરવામાં આવી છે.

Related Articles

Back to top button