sabarkathaराष्ट्रीय

અરેરાટીઃ એસટી બસના ડ્રાઇવરની બેદરકારીથી મહિલા કચડાઇ ગઇ…અંતે મોત…

અરેરાટીઃ એસટી બસના ડ્રાઇવરની બેદરકારીથી મહિલા કચડાઇ ગઇ...અંતે મોત...

તાજેતરમાં સાબરકાંઠાના હિંમતનગર ખાતે એક એસટી બસના ડ્રાઇવરે હાર્ટ ટેક છતાં મુસાફરોના જીવ બચાવ્યા હતા હવે એક બનાવમાં ખેડબ્રહ્મા એસટી બસના ડ્રાઈવરની ઘોર બેદરકારીથી એક મહિલાએ જીવ ગુમાવ્યાંની ઘટના બની છે.

વિગતે જોઇએ તો, ખેડબ્રહ્મા શહેરમાં એસટી ડેપોમા  બસના પાછળના ટાયર એક મહિલા આવી જતાં કચડાઇ ગઇ હતી અને  સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.

એસટી બસમાં નીચે આવી ગયેલી ગંભીર રીતે  ઘાયલ મહિલાને ખેડબ્રહ્મા સિવિલમાં 108 દ્વારા સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે સારવાર દરમિયાન તેમનુ  મોત થથાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત માહીતી પ્રમાણે, આ મહિલા સરકારી સ્કૂલમાં શિક્ષકા તરીકે ફરજ બજાવતી હતી.

ખેડબ્રહ્મા પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Back to top button