ચૂંટણી2024 રાહુલે એવુ તે શું કહ્યું મોદીજી અંગે કે ચર્ચા થવા લાગી…..જાણો….
ચૂંટણી2024 રાહુલે એવુ તે શું કહ્યું મોદીજી અંગે કે ચર્ચા થવા લાગી.....જાણો....
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતા કહ્યું હતું કે હમણાંથી નરેન્દ્ર મોદી તેમના ભાષણ દરમિયાન ખૂબ જ ઉદાશ દેખાઈ રહ્યાં છે, કદાચ તેઓ સ્ટેજ પર જ રડી પડશે. કર્ણાટકના બીજાપુર ખાતે એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આજકાલ નરેન્દ્ર મોદી તેમના ભાષણ દરમિયાન ખૂબ જ ઉદાશ દેખાઈ રહ્યાં છે. કદાચ થોડા જ દિવસોમાં તેઓ સ્ટેજ પર જ રડી જાય એવું લાગે છે.
કોંગ્રેસના સાંસદે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેઓ લોકોનું ધ્યાન ગરીબી, બેકારી અને મોંઘવારી પરથી હટાવવા માંગે છે. કેટલીક વખત તેઓ ચાઈના અને પાકિસ્તાન વિશે પણ નિવેદન આપે છે. રાહુલ ગાંધીનું આ નિવેદન ત્યાર પછી આવ્યું છે, જ્યારે ઘણા કોંગ્રેસના નેતાઓ એમ કહી રહ્યાં છે કે પ્રથમ તબક્કાના મતદાન પછી વડાપ્રધાન મોદીનો ફોક્સ 400 પાર પરથી હટ્યો છે.
હવે બીજા તબક્કાના મતદાન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂર બદલાયા છે અને તેઓ કહી રહ્યાં છે કે કોંગ્રેસ દેશની સંપત્તિને ઘુસણખોરો અને જે લોકોને વધુ બાળકો છે, તેઓને આપી દેશે.




