sabarkathaराष्ट्रीय

ચૂંટણી2024- હિંમતનગરમાં ભાજપના ઉમેદવારે રેલી સ્વરૂપે જઇને ઉમેદવારી નોંધાવી ..

ચૂંટણી2024- હિંમતનગરમાં ભાજપના ઉમેદવારે રેલી સ્વરૂપે જઇને ઉમેદવારી નોંધાવી ..

હિંમતનગરમાં આજે ભાજપના ઉમેદવારની ઉમેદવારી પત્ર ભરવા જતા પહેલા ખેડ તસિયા રોડ પર આવેલા વૈશાલી ગ્રાઉન્ડમાં વિશાળ સભા યોજાઈ હતી. જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 40 જેટલા સંગઠનના અગ્રણીઓની વચ્ચે મંચ પર ઉમેદવાર શોભનાબેન બારૈયા ઉપસ્થિત થયા હતા.

અરવલ્લી અને ભાજપ સંગઠન દ્વારા શ્રીફળ શાલ આપી ભાજપને જીતાડવાની શુભેચ્છાઓ આપી હતી. ત્યારબાદ વિજયનગરના વાડિયાવીરના શાંતિગીરી મહારાજના હસ્તે પૂજન અર્ચન કરી શોભનાબેનને શુભેચ્છાઓ આપી હતી વિજય સંકલ્પ રેલીનો શંખનાદ કર્યો હતો.

આ વિજય સંકલ્પ રેલીમાં ઉપસ્થિત ભાજપની મહિલાઓએ પણ હથેળીમાં કમળ દોરી એક કમળ દિલ્હી મોકલવાના શપથ લીધા હતા તો મહેમાનો પણ કેસરિયા સાફા પહેર્યા હતા.સૌ ઉપસ્થિતોએ 5 લાખની લીડથી જીતાડવા માટેનું આહવાહન કર્યું હતું..

 

વૈશાલી ગ્રાઉન્ડથી રેલી સ્વરૂપે શોભાનબેન બારૈયા સમર્થકો સાથે કેસરિયા ઝંડા સાથે વનવાસીઓના ઢોલના નાદ વચ્ચે ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા હતા. વિજય સંકલ્પ રેલી હિંમતનગરમાં વિવિધ માર્ગો પર થઈને પસાર થતા સમયે ભાજપના ઉમેદવાર સૌને નમસ્તે કરી  અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા…

Related Articles

Back to top button