राष्ट्रीयઅરવલ્લી

ભિલોડામાં આન બાન શાન સાથે ઈદે મિલાદુનન નબી ની ઉજવણી યોજાઇ…

પ્રતિનિધિ:જયદીપ ભાટીયા..

ભિલોડા તાલુકામાં  મુસ્લિમ સમાજ દ્વાર  આન-બાન- અને શાન સાથે ઈદે મિલાદુનન નબી ની ઉજવણી કરવામાં આવી હતી.

9મી ઓક્ટોબર આખરી મોહંમદ પેગંબર સાહેબના જન્મ દિન નિમિત્તે ભવ્ય જુલુસ નું આયોજન કરવામાં આવ્યું હતું

ભિલોડા તાલુકામાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતાં મુસ્લિમ બિરાદરો પવિત્ર તહેવાર ઈદે-મિલાદદુન -નબી ઊજવણી ભાગરૂપે મલગશાહ દરગાહ પરથી નવા વસવાટ અને ભિલોડા બજારમાં થઇ મલગશાહ દરગાહ પર જુલુસ પહોંચ્યો હતો આ સાથે મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતાં અને મલગશાહ દરગાહ પર  નયાઝખાની તેમજ તકદીર નું આયોજન કરવામાં આવ્યું હતું

આ સાથે ધાર્મિક સ્થળે લાઈટીગો તેમજ મલગશાહ દરગાહ અને  નવાવસવાટ ખાતે રોશની કરવામાં આવી હતી આ સાથે પીરે તરીકત સફીઉલલાબાપુ પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને મોટી સંખ્યામાં મુસ્લીમ બિરાદરો જોડાયા હતા

Related Articles

Back to top button