સરીબારા આંજણા ચૌધરી પટેલ સમાજ દ્વારા નવાગામ કંટાળું મંદિર ખાતે મહિલા સંમેલન યોજાયુ હતું..જેમાં સમાજનાના ઇસરી, નવાગામ,રખાપુર,પટેલછાપરા, રેલ્લાંવાડા, જીતપુર,તરકવાડા, પૂજાપુર, ગોઢા,કસાણા,ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
જેમાં મહિલા સંમેલનમાઁ ખાસ ખેડ નિવાસી અને અર્બુદા સેનાના મહિલા પ્રમુખ નીરુબેન પટેલ તેમજ ઇસરી નિવાસી ગાયત્રીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમાજની મહિલાઓ ને સમાજમાં ચાલતા રિવાજોની માહિતી તેમજ મહિલા સશક્તિકરણ વિશે માહિતી આપી હતી.
સમાજમાઁ મહિલાને એક સક્ષમ નારી તરીકે બિરુદ આપવું જોઈએ અને તૂટતાં સમાજને જોડવાનું કામ કરવામાં આવે તે ખુબ જરૂરી છે. મહિલા તરીકે પોતાની દીકરીઓ અવરા માર્ગે એ ન જાય અને એક સમાજની ઈજ્જત જળવાઈ રહે તે માટે કારજી રાખવી જોઈએ વધુમાં સમાજના વધુ પડતા રિવાજો દૂર કરી ખર્ચ ને બચાવવા નો પ્રયત્ન કરવો જોઈએ તે રીતે મહિલાઓ ને સમજ આપી હતી આ સંમેલનમાઁ સમાજના અગ્રણીઓ સહીત સમાજના અનેક ગામના લોકો ઉપસ્થિત રહ્યાં હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો




