પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ દ્રારા ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા અંગે ખાસ સુચના આપવામાં આવેલ હોઇ અને પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ નાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લાઓમાં ગંભીર પ્રકારના બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા અંજાર તથા ભચાઉ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓના સુપરવિઝન હેઠળ જીલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુમાં વધુ સી.સી.ટી.વી કેમેરા લગાડી સર્વેલન્સ ગોઠવી તથા ખાનગી બાતમીદારોથી હત્યા ખુનની કોશીશ વિગેરે ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના અને માર્ગદર્શન જીલ્લાના થાણા ઈન્ચાર્જશ્રીઓને આપવામાં આવેલી છે.
ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તા.03/૧૧/૨૦૨૩ ના રોજ સવારના આશરે વાગ્યે ધરમશીભાઇ લખમશીભાઈ સતરા રહે. માંડવીવારા ભચાઉનાઓ ભચાઉ પોલીસ સ્ટેશન આવી વહેલી સવારના તેઓના સબંધી જેઠીબેન વા/ઓફ આણંદજીભાઈ ગાલા (જૈન) નાઓ ગુમ થયા અંગે જાહેરાત આપેલી જે અંગે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એસ.જી.ખાંભલા નાઓએ ભચાઉ પોલીસ ટીમ સાથે બનાવવાળી જગ્યાની વિઝીટ કરતાં પ્રાથમિક માંડવીવાસમાં એક રહીશના ઘરે સી.સી.ટી.વી કેમેરા હોઈ જે કેમેરા જોતાં ગુમ થના૨ના ઘરેથી વહેલી સવારના એક અજાણ્યો ઈસમ મોઢા પર રૂમાલ બાંધીને વાદળી કલરની મોટી સુટકેસ બેગ (ટ્રોલી બેગ) લઇને નીકળતો સી.સી.ટી.વીમાં જોવામાં આવતાં બનાવ ગંભીર પ્રકારનો જણાતાં ગુમ થનાર જેઠીબેનના પરિવાર મુંબઈ રહેતો હોઇ તેઓને ભચાઉ આવવા અંગે જાણ કરવામાં આવેલ અને આ અંગે પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ નાઓને બનાવ અંગેની જાણ કરતાં બન્ને અધિકારી દ્વારા તાત્કાલીક બનાવવાળી જગ્યાની વીઝીટ કરવામાં આવી હતી.
પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબશ્રી નાઓની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ નાઓના સુપરવીઝનમાં તાત્કાલીક એલ.સી.બી,એ.સો.જી ટીમ,આડેસર પોલીસ સ્ટેશન,સામખીયાલી પોલીસ સ્ટેશન અને ભચાઉ પોલીસ સ્ટેશનના આ તમામ અધિકારીઓને પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ કુલ ૧૦ (દશ) ટીમો બનાવવામાં આવેલ અને આ ટીમોને ભચાઉ શહેર તથા નજીકમાં આવતા ટોલનાકા તથા હાઇવે પરની હોટલો તથા પેટ્રોલપંપો તથા ખાનગી તમામ પ્રકારના સી.સી.ટી.વી કેમેરા ચેક કરવા તેમજ ટેકનીકલ સર્વેલન્સનો ઉપયોગ કરવા તથા ખાનગી હ્યુમન સોર્સથી હકીકત મેળવવા તથા વાહન ચેકીગ કરવા તથા અવાવરૂ જગ્યાઓમાં તપાસ કરવા વિગેરે મુજબની સુચનાઓ આપવામાં આવેલી જે આધારે વધુ સી.સી.ટી.વી કેમેરા ચેક કરવામાં આવેલ અને ૨000 કલાકથી પણ વધારે અલગ અલગ સી.સી.ટી.વી કેમેરાનું બેક અપ લઈ એનાલીસીસ કરવામાં આવેલ તથા ટેકનીકલ સોર્સનો પણ ઉપયોગ કરવામાં આવેલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ તથા ઉપરોકત સુચનાઓ મુજબ કામગીરી ચાલુમાં હતી.
દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.ખાંભલાનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે કસ્ટમ ચાર રસ્તાથી લાયન્સ નગર તરફ જતાં ઢાળ ઉતારતાં આવેલ વિશાલ કોમ્પલેક્ષમાં આવેલ દુકાન નંબર ૧૯ વાળીના બંધ શટર નીચે લોહી નીકળતું જણાય છે.
જેથી તાત્કાલીક તેઓ ભચાઉ પોલીસ ટીમ સાથે સ્થળ૫૨ પહોંચી જઇ જોતાં સદર દુકાન નંબર ૧૯ શટર બંદ હોઇ અને તાળુ મારેલ હોઇ અને આ દુકાનના માલીક બાબતે તપાસ કરાવી દુકાનના માલીક સાથે ટેલીફોનીક વાતચીત કરી તાળાની ચાવી અંગે પુછપરછ કરતાં સદર દુકાનની ચાવી તેઓના દિકરા પાસે છે અને હાલે તેનો કોન્ટેકટ થતો ના હોઈ અને પોતે બહાર હોઇ તેઓના ભાઈને મોકલી દુકાનના તાળુ તોડી પોલીસ કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
જેથી આ દુકાનનું તાળુ તોડી શટ૨ ખોલી જોતાં અંદર ઓફીસ તરીકેનો ઉપયોગ કરતા હોઈ વચ્ચેના ભાગે કાચનું પાર્ટીશન કરેલ હોઈ પાછળના ભાગે વાદળી કલરની સુટકેશ બેગ (ટ્રોલી બેગ) પડેલ હોઈ અને તેમાંથી લોહી નીકળતું જણાતુ હોઇ જેથી આ અંગે તાત્કાલીક ગુમ થનાર જેઠીબેનના પરિવારને સ્થળ પર બોલાવવામાં આવેલ અને જે સુટકેસ બેગ (ટ્રોલી બેગ) ખોલતાં તેઓની માતા જેઠીબેનની લાશ હોવાની ઓળખી બતાવેલ અને આ અંગે ઉપરી અધિકારીશ્રીને જાણ કરતાં પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓ સ્થળ પર આવી ગયેલ અને તાત્કાલિક ફરીયાદ લેવા અંગે સુચના કરી આરોપી પકડી પાડવા ઉપરોકત જણાવેલ જીલ્લાની જુદી જુદી ટીમોને સુચના ક૨વામાં આવી હતી
સુચના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને શોધી કાઢી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સદર બનાવ સબંધે પુછપરછ કરતાં આરોપીએ જણાવેલ કે તેઓને પોતાના કૌંટુબિક છોકરી સાથે પ્રેમ સબંધ હોઇ અને સામાજીક રીતે લગ્ન તેની સાથે થઇ શકે તેમ ન હોઈ અમો બન્ને ઘરેથી ભાગી જઈએ તો શોધીને પાછા લાવે તેમ હોઇ જેથી મેં તે છોકરી સાથે મળી પ્લાન બનાવેલ કે પ્રથમ ડેડબોડીના હાડકા શોધી સળગાવી નાખી છોકરી મરણ ગયેલ છે તેવું તેના ઘરે જાહેર થાય તેવો પ્લાન કરી સામખ્યાળી કબ્રસ્તાનમાં હાડકા કાઢવા સારૂ પ્રયત્ન કરેલ પરંતુ સફળ થયેલ નહીં
ત્યારબાદ બીજો પ્લાન બનાવેલ કે છોકરીની સરખી હાઈટની કોઇ સ્ત્રી એકલી રહેતી હોય તેને મારી નાંખી તેની લાશને છોકરીના કપડા તથા તેની વસ્તુઓ પહેરાવી સળગાવી નાખી છોકરી મરણ ગયેલ છે તેવું જાહેર કરી અમો બન્ને ભાગી જવાનો પ્લાન બનાવી આ સ્ત્રીની શોધખોળ કરતાં માંડવી ચોક ભચાઉ ખાતે મકાન ભાડે જોઇએ છે તેવું તપાસ કરતાં એક સ્ત્રી ધ્યાને આવેલ અને તેઓ એકલા રહેતા હોઇ તેઓની હાઇટ બોડી છોકરી જેવી લાગતી હોઇ જેથી તેમને મારી નાખી તેની લાશ પ્લાન મુજબ કામ કરવા નક્કી કરેલું હતું.
ત્યારબાદ તા.૦૩/૧૧/૨૦૨૩ ની રાત્રીના માંડવી ચોક ભચાઉ ખાતે તે સ્ત્રીના ઘરે વાદળી કલરની સુટકેશ લઈ ગયેલ અને આ સ્ત્રીને મારી નાખેલ અને તેની લાશને વાદળી કલરની સુટકેશ (ટ્રોલી બેગ) માં ભરી અમારી ઓફીસ વિશાલ કોમ્પ્લેક્ષમાં મુકીને શટર બંદ કરી જતો રહેલ. પ્લાન મુજબ કરવાનું હતું પરંતુ ભચાઉ ખાતે ઘણી બધી પોલીસ શોધખોળ કરતી જણાયેલી જેથી દુકાનમાંથી હું ડેડબોડી કાઢી શકેલ નહીં વિગેરે મતલબ જણાવેલ.
આ અંગે તાત્કાલીક ગણતરીના કલાકોમાં પુર્વ કચ્છ ગાંધીધામ જીલ્લા પોલીસ દ્વારા ગુમ થનાર મહિલાની હત્યાનો ભેદ ઉકેલી મહિલાની લાશ શોધી આરોપી તથા હત્યા કરવાનો હેતુ શોધી
કાઢતી પુર્વ કચ્છ જીલ્લા પોલીસ આ બનાવ અંગે ફરીયાદી ધરમશીભાઈ આણંદજીભાઈ થાવ૨ભાઇ ગાલાની ફરીયાદ લઈ ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૧૯૯૩૦૦૪૨૩૦૭૬૮/૨૦૨૩ ઈ.પી.કો કલમ ૩૦૨ ૪૫૭ મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ- (૧) રાજુ ગણેશાભાઇ છાંગા (આહીર) ઉ.વ ૨૧ રહે આહીરવાસ વોંધડા તા ભચાઉ ડચ્છ
(૨) રાધિકાબેન ડો/ઓફ વેરશીભાઇ છાંગા (આહીર) ઉ.વ ૨૨ ૨હે આહીરવાસ વોંધડા તા ભચાઉ – કચ્છ
આ સફળ કામગીરી નીચે મુજબના અધિકારીશ્રી/કર્મચારીની ટીમો દ્વારા કરવામાં આવેલ છે….
(૧) સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભચાઉ વિભાગ ભચાઉ
(૨) એન.એન.ચુડાસમા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી/એસ.ઓ.જી પુર્વ કચ્છ ગાંધીધામ
(3) એસ.જી.ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર,ડી.જે.ઝાલા તથા કે.બી.તરાર પોલીસ સબ ઈન્સ્પેક્ટર તથા સર્વેલન્સ સ્ટાફ ભચાઉ પોલીસ સ્ટેશન
(૪)બી,જી.રાવલ પોલીસ સબ ઇન્સ્પેકટર આડેસર પોલીસ સ્ટેશન અને
(૫) વી.આર.પટેલ પોલીસ સબ ઇન્સ્પેકટર સામખ્યાલી પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે.




