સાચી સમાજ સેવા કરનાર સંસ્થાને આપો ઉદાર હાથે દાન-દક્ષિણા….ઉગી નિકળશે….
વિનોદ બ્રહમભટ્ટ….
સાબરકાંઠા- અરવલ્લીમાં ગણી ગાંઠી સંસ્થાઓ બિનવારસી માનસિક દિવ્યાંગો પર કામ કરે છે તેમાંની એક અમરદિપ સાવઁજનિક ટ્રસ્ટ હિમતનગર મહિલાઓ માટે કાયઁરત છે. અને તેમને તાલીમ- મેડિસીન-કપડા અને જરૂરિયાતની તમામ સુવિધા આપવા પ્રયત્નશીલ છે.
સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત ને સાકાર કરતા જે બહેનો થોડી પણ સમજણ ધરાવે છે તેઓ આશ્રમને પોતાનું ઘર સમજી સફાઇ કરે છે, અને સંસ્થા જે આ પ્રવ્રુતિને લઈ કાયઁ કરે છે તેને ગ્રુપ વતી અભિનંદન અને દાતાઓને વિનંતી કે આ સંસ્થાને આથિઁક -વસ્તુના સ્વરૂપમાં કે અન્ય રૂપે મદદ કરે કારણ કે આબધુ કામ માત્ર દાતાઓના સહયોગથી થકી જ થાય છે આમાં સરકાર કોઈ ગ્રાંટ કે ફંડ આપતી નથી.
આયોજકો દ્વારા એવી માનવીય અપીલ બહાર પાઠવામાં આવી , આ સંસ્થાની એકવાર અવશ્ય મુલાકાત કરશો હિંમતનગરથી ઇડર રોડ પર પાંચ કિ.મી. ના અંતરે આ આશ્રમ આવેલો છે.




